News Portal...

Breaking News :

વડોદરામાં હોળીની રાત્રે નશામાં ધૂત બનેલા કાર ચાલકે 3 વાહનોને અથડાવીને 8 વ્યક્તિને અડફેટમાં લીધા

2025-03-14 11:54:02
વડોદરામાં હોળીની રાત્રે નશામાં ધૂત બનેલા કાર ચાલકે 3 વાહનોને અથડાવીને 8 વ્યક્તિને અડફેટમાં લીધા


વડોદરામાં હોળીની સાંજે નશામાં ધૂત બનેલા કાર ચાલકે 3 વાહનોને અથડાવીને 8 વ્યક્તિને અડફેટમાં લીધા હતા જેમાં 1 મહિલાનું મોત થયું છે અને સાત વ્યક્તિ ઘાયલ થયા છે ત્યારે આ યુવકે ક્યાં નશો કર્યો હતો તે સહિતના મુદ્દા પર પોલીસની તપાસ થઇ રહી છે. યુવકે દારુનો નશો કર્યો હતો કે ડ્રગ્સનો નશો કર્યો હતો તેની તપાસ માટે પોલીસે યુવકના બ્લડ સેપલના 2 નમુના લીધા છે જેથી જાણ થઇ શકે કે તેણે ડ્રગ્સના ઓવરડોઝના નશામાં ફુલસ્પીડમાં કાર ચલાવી તો ન હતી ને...



સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયેલા છે તેમાં આ યુવક રક્ષિત બેફામ બુમો પાડી રહેલો જોવા મળે છે અને તેને જોતાં તેણે દારુ કે ડ્રગ્સનો નશો કરેલો હોવાનું જોવા મળે છે. તેનું વર્તન જોતાં તેણે ડ્રગ્સનો ઓવરડોઝના કારણે આ અકસ્માત સર્જયો છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ રક્ષિત તથા તેના મિત્રોની પૂછપરછ કરશે તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ લોકોને ઉડાવ્યા હતા. 



રાજ્યમાં અવાર નવાર નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવાના બનાવો બનતા રહે છે અને ઘણા કેસોમાં તો નબીરાઓએ દારુ કે ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું પણ જોવા મળે છે. રાજ્યમાં દારુબંધી છે પણ કોઇ પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં દેશી કે અંગ્રેજી દારુ નહીં મળતો હોય. અવાર નવાર સ્ટેટ મોનિટરીંગ સેલ દરોડા પાડીને દારુ પકડે છે પણ મોટા ભાગે સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરે છે અને તેથી જ દારુબંધીવાળા ગુજરાતમાં દારુનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસે આ મામલે હવે કડક થવું જરુરી છે કારણ કે નશામાં રહેલો વ્યક્તિ કોઇપણ ગુનાને અંજામ આપી શકે છે. દારુની જેમ ડ્રગ્સ પણ રાજ્યમાં મળતું જ હોય છે. ડ્રગ પેડલર્સ ડ્રગ્સના બંધાણી સુધી ડ્રગ્સ પહોંચાડી દે છે. ડ્રગ્સ સામે પણ પોલીસની કાર્યવાહી તો થાય છે પણ અસરકારક કામગિરી થતી હોય તેવું જોવા મળતું નથી કારણ કે ડ્રગ્સ હંમેશા વેચાતું જ હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે હવે દારુ અને ડ્રગ્સ ના વેચાણ પર કડક કાર્યવાહી કરવી જ જોઇએ. ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં એક યુવાન દ્વારા ચલાવવામાંઆવેલી તેજ ગતિની કારે અનેક લોકોને અડફેટે લીધા. એક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અને  સાત અન્ય લોકોગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને શુકન હોસ્પિટલ, દોશી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટેદાખલ કરવામાં આવ્યા છે.આરોપી રક્ષિત ચૌરસિયાને સ્થાનિક નાગરિકોએ પકડી લીધો હતો અને પોલીસને સોંપતા પહેલા તેને મેથીપાક પણ આપ્યો હતો. રક્ષિતવારાણસીનો વતની છે અને હાલમાં વડોદરાના ભાયલી વિસ્તારમાં રહે છે. તે એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે.ઘટના સમયે આરોપી રક્ષિત શરાબ કે ડ્રગ્સના નશામાં હોવાનું જણાતું હતું અને તે ભાનમાં નહોતો. અકસ્માત બાદ જ્યારે તે કારમાંથી બહારઆવ્યો, ત્યારે સ્થાનિક લોકોએ તેનો પીછો કરીને તેને માર માર્યો હતો

Reporter: admin

Related Post