News Portal...

Breaking News :

વડોદરા પાસે ફાજલપુર ગામે ઉપદ્રવી વાંદરો પાંજરે પુરાયો

2025-09-17 14:13:02
વડોદરા પાસે ફાજલપુર ગામે ઉપદ્રવી વાંદરો પાંજરે પુરાયો


વડોદરા નજીક આવેલા ફાજલપુર ગામે છેલ્લા કેટલાક દિવસથી ઉપદ્રવ મચાવનાર વાંદરાને પાંજરે પૂરવામાં આવ્યો છે. 


મોટા વાંદરા દ્વારા છેલ્લા કેટલાક સમયથી લોકો પર હુમલા કરવામાં આવતા હતા અને ગઈકાલે એક સિનિયર સિટીઝન મહિલા ઉપર હુમલો કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ગ્રામજનોએ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા વાંદરાને પકડવા માટે પાંજર મુકવામાં આવ્યું હતું. આજે વાંદરો પાંજરામાં કેદ થતાં તેને ફોરેસ્ટ વિભાગની ઓફિસે લાવવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post