સામગ્રીમાં 500 ગ્રામ ઘઉંનો લોટ, 500 ગ્રામ દૂધી ધોઈને છીણેલી 50 ગ્રામ વાટેલું લસણ, સ્વાદ અનુસાર મીઠુ, તેલ જરૂર પ્રમાણે, 2 ચમચી સમારેલી કોથમીર, 1 વાડકી દહીં, 2 ચમચી ગોળ, 1 ચમચી હળદર, ઘઉંના લોટનું અટામણ જરૂરી છે.
એક વાસણમાં લોટ લઇ દૂધી ઉમેરી મોણ ઉમેરી બધા મસાલા ઉમેરી લોટ નરમ બાંધવો. આ લોટને 10 મિનિટ રેસ્ટ આપી વણી સેકી લેવા. ખુબ પોચા અને ટેસ્ટી ઢેબરા તૈયાર થશે.
Reporter: admin