વડોદરા : દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ હવે પાલિકાનું તંત્ર દબાણો દુર કરવાની કામગીરીમાં જોડાયું છે.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવતા ગધેડા માર્કેટથી લઇને ઠેકરનાથ તરફ જતા સુધીના રસ્તા પરના દબાણો દુર કરવા માટે આજે પાલિકાની ટીમ પહોંચી છે. પાલિકાનું લશ્કર જોતા જ સ્થાનિકોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. જો કે, અહિંયા સવાર કરતા સાંજના સમયે લારીઓનું ભારે દબાણ હોય છે વડોદરામાં દિવાળીનું મીની વેકેશન પૂર્ણ થયું છે. અને સૌ કોઇ પોતપોતાના કામ પર પરત ફર્યા છે. ત્યારે વડોદરા પાલિકાની દબાણ શાખા દ્વારા પણ કામગીરી શરૂ કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. આજે સવારે દબાણ શાખાની ટીમ કિશનવાડી વિસ્તારમાં પહોંચી છે. સવારે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચાલતા વિસ્તારમાં જઇને દબાણની સ્થિતી જાણી હતી. અને ત્યાર બાદ તેને દુર કરવા માટેના જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.
આમ, રોડ સાઇડ પર દબાણ કરીને ટ્રાફીક અને સામાન્ય પબ્લીકને નડતરરૂપ થતા દબાણો પર પાલિકા તવાઇ લાવી રહી છે. આ વિસ્તારમાં સવારે રોડ સાઇડ ધંધો કરતા ભંગારની દુકાનોમાંથી સામાન મુકતા દબાણ થાય છે. જ્યારે રાત્રીના સમયે ખાણી-પીણીની લારીઓનું દબાણ હોવાનું હાલ તબક્કે સામે આવી રહ્યું છે.પાલિકાના અધિકારી સુરેશ તુવેર એ મીડિયાને જણાવ્યું કે, કિશનવાડી વિસ્તારમાં ગઘેડા માર્કેટ પાસે આજુબાજુના ભંગારની દુકાનો વાળા દ્વારા સામાન રસ્તા પર મુકવામાં આવે છે. જે ટ્રાફીકને નડતરરૂપ હોય છે. દબાણશાખાની ટીમ દ્વારા અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાંજના સમયે થતી ભીડ અંગે પણ ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે.
Reporter: admin