વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત માન.મુખ્ય દાહોદ જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન અન્વયે મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાસુ વહુ સંમેલન યોજાયું જેમાં ગામ માંથી લક્ષિત દંપતી અને તેમની સાસુઓ ને બોલાવવામાં આવેલ હતા
આ સંમેલનમાં વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન બાળલગ્નો અટકાવવા નાનું કુટુંબ સુખી કુટુંબ લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરૂષો માટે નિરોધ, સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ,અંતરા ઇન્જેક્શન, બે બાળકો વચ્ચે ગાળો રાખવો કોપર ટી બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓ માં પુરૂષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી અને ટાકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દિકરી યોજના વિશે ખૂબજ વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા જન સમુદાયમાં પુરુષ નસબંધીમાં સહભાગીદારી વધે તે માટે પુરુષો ને અપીલ કરવામાં આવેલ છે.
આ સંમેલન માં પ્રા આ કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી સુપરવાઈઝર ફિમેલ હેલ્થ વર્કર લક્ષિત દંપતી આશા બહેન સહીત હાજર રહયા હતાં અને સંમેલન ને સફળ બનાવ્યું
Reporter: News Plus