વડોદરા રેલવે વિભાગ દ્વારા રેડ એલર્ટનું સાયરન વગાડવામાં આવ્યું. સાયરન વાગતા રેલવે પોલીસ આવી હરકતમાં.

ગાંગડીયા રેલ્વે ફાટક પાસે અકસ્માત થયાનો સંદેશો રેલવે જી.આર.પી કંટ્રોલને અકસ્માત થયાનો મેસેજ મળતા રેલવે તંત્ર દોડતું થયું..જીલ્લા એલ.સી.બી,એસ. ઓ.જી, જિલ્લા ટ્રાફિક પોલીસ રેલવે મેડિકલ સ્ટાફ તેમજ રેલવે પોલીસ બનેલ ઘટના સ્થળે યુદ્ધનાં ધોરણે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો.

11:58 રેલવે જી.આર.પી કંટ્રોલમાં સમલાયા રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતાં ગાંગડીયા રેલવે ફાટક પાસે અકસ્માત થયો હોવાનો મેસેજ મળ્યો હતો. સમગ્ર ઘટના નાટકીય હતી અને મોક ડ્રિલ દ્વારા રેલવે વિભાગ કેટલું એલર્ટ છે તે હેતુ થી કરવામાં આવી હતી

Reporter: admin







