વડોદરા કલેક્ટર કચેરી ખાતે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના સ્પેશિયલ મોનિટર ડો. પ્રદિપ્તા કુમાર નાયકની અધ્યક્ષતામાં રક્તપિત નિવારણ જન જાગૃતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં માનવ અધિકાર પંચ નવી દિલ્હીના સ્પેશિયલ મોનિટર ડો. પ્રદિપ્તા કુમાર નાયકે જણાવ્યું હતુ કે, National Leprosy Elimination Programme (NLEP) એ સૌને સહિયારી ફરજ છે, જેમાં Leprosy વિશે સમાજમાં જનજાગૃતિ જરૂરી છે અને ભેદભાવ ઘટે તે માટે પણ વિશેષ પ્રયત્ન કરવા જોઈએ તેમણે ઉમેર્યું હતું કે, માનવ અધિકાર એટલે બંધારણીય મળતા હકો ઉપરાંત સરકારશ્રીની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી તેનો લાભ જરૂરિયાતમંદ નાગરિકને મળે તે જરૂરી છે,જેના માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ તકે તેમણે વિવિધ વિભાગો સાથે મળીને આ સંદર્ભે કરવામાં આવેલ કામગીરીની વિગતો મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં રક્તપિત ધરાવતાં દર્દીઓના અધિકારો, વિવિધ વિભાગો દ્વારા રક્તપિત ધરાવતાં વ્યક્તિઓ માટે અમલમાં મુકાયેલી યોજનાઓ/સેવાઓની સમીક્ષા,NHRC દ્વારા અગાઉ આપવામાં આવેલ સૂચનાઓના અમલીકરણની સમીક્ષા,સરકારી લાભોની ઉપલબ્ધતા, સેવા વ્યવસ્થાઓમાં સમાવેશ અને સમન્વયની સમીક્ષા, સારા અનુસંધાનો ઓળખ તથા યોગ્ય સુધારાની ભલામણ જેવા વિવિધ ઉદ્દેશો સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામા આવી હતી.આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ સહિત સમાજ કલ્યાણ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મેન્ટલ હેલ્થ, મહિલા અને બાળ વિકાસ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, લઘુમતી વિભાગોના વિવિધ અધિકારીઓ,વિવિધ સરકારી યોજનાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
Reporter: admin







