News Portal...

Breaking News :

ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ મળી

2024-09-16 12:22:38
ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ મળી


ડભોઇ: પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના અધ્યક્ષ પદે મુસ્લિમ સમિતિ આગેવાનો તથા ગણેશ મંડળોની શાંતિ સમિતિની મીટીંગ મળી હતી.


વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદના અધ્યક્ષ પદે ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 14 સપ્ટેમ્બર 2024 ના રોજ મુસ્લિમ કમિટીના વિવિધ વિસ્તારના આગેવાનો તથા ગણેશ મંડળોની સંયુક્ત રીતે શાંતિ સમિતિની મીટીંગ મળી હતી, કારણ કે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ ઇદે મિલાદ અને ,17 સપ્ટેમ્બર ના રોજ ગણેશ વિસર્જન હોવાથી તેઓએ ગામમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે સૂચનો કર્યા હતા. જેમાં જુલુસ તથા શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈપણ ગીતો વગાડવા નહીં ,વિવાદ ઉભો કરે તેવી કોઈપણ પોસ્ટ વાયરલ કરવી નહીં ,અને તમારામાં જો કોઈ અનિષ્ટ તત્વ માલુમ પડે તો તુરત પોલીસને જાણ કરવી અને બંને પક્ષોએ સાથે રહીને સાથ સહકારથી શાંતિપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી કરવી. 


કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સહકાર આપવો. ત્યારબાદ ડભોઇ વિભાગીય ડીવાયએસપી  આકાશ પટેલે પણ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું તેઓની સાથે એલ.સી.બી.પી આઇ કૃણાલ પટેલ, એસ.ઓ.જી.પી.આઈ તથા ડભોઇ પી આઇ. કે.જે ઝાલા જોડાયા હતા. આ પ્રસંગે ડભોઇ પીઆઇ કે જે ઝાલા દ્વારા બંને તહેવાર શાંતિથી ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ વિગેરે સૂચનો કર્યા હતા અને તમામ ને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે કે નગરપાલિકાના પ્રમુખ શાહે નગરપાલિકા દ્વારા હીરાભાગોળ બહાર કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન દરમિયાન તમામ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે અંગે જાણકારી આપી હતી.

Reporter: admin

Related Post