News Portal...

Breaking News :

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

2025-06-20 16:49:37
કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઈ


રોજગારવાંચ્છુ અને નોકરીદાતાઓએ અનુબંધમ પોર્ટલ પર નામ-નોંધણી કરાવવી ફરજિયાત



પાંચ મહિનામાં વડોદરા જિલ્લામાં આઠ હજારથી વધારે ઉમેદવારોને રોજગારી મળી
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ડિસેમ્બર-૨૦૨૪ થી એપ્રિલ-૨૦૨૫ સુધીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સહાયક નિયામક (રોજગાર) અલ્પેશ ચૌહાણ દ્વારા બેઠકના એજન્ડા પર વિગતે ચર્ચા સહ તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી.બેઠક દરમિયાન કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ભરતી મેળામાં મહત્તમ ઉમેદવારોને નોકરી મળે તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગારી-સ્વરોજગારી મળે તેના પર વિશેષ ધ્યાન આપવા તાકીદ કરી હતી. 


પાંચ મહિનામાં ૮૩૬૪ રોજગારવાંચ્છુઓને રોજગારી મળી તે વાત પર જિલ્લા રોજગાર કચેરીની કામગીરીને કલેક્ટરએ બિરદાવતા જણાવ્યું હતું કે, રોજગારવાંચ્છુઓને પોતાના કૌશલ્યને અનુરૂપ તાલીમ લઈ રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટેના સફળ પ્રયાસો કરવા જોઈએ. સાથે જ કલેક્ટરએ વડોદરા જિલ્લાના તમામ રોજગારવાંચ્છુઓને રોજગારી મળી રહે તે સુનિશ્ચિત કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે, તેમ ઉમેર્યું હતું. કલેક્ટરએ આગામી દિવસોમાં થીમેટીક રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવા તેમજ સ્નાતક-અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થી ઉમેદવારોના અનુબંધમ અને NCS પોર્ટલ પર રોજગારવાંચ્છુ તરીકે નોંધણી કરાવીને એકમો દ્વારા નોંધાયેલ ખાલી જગ્યા મુજબ રોજગારી માટે મદદ અને માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.આ બેઠકમાં સહાયક નિયામક (રોજગાર) અલ્પેશ ચૌહાણે ડિસેમ્બર-૨૦૨૪ થી એપ્રિલ-૨૦૨પ દરમિયાન રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રેઝન્ટેશન દ્વારા વિગતો આપી હતી, જેમાં મુખ્યત્વે અનુબંધમ અને NCS પોર્ટલ પર નામ નોંધણી, રોજગાર ભરતી મેળો, વ્યક્તિગત અને જૂથ માર્ગદર્શન, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર, સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી ફ્રી નિવાસી તાલીમ, અગ્નિવીર ભરતી મેળાી કામગીરી, વિદેશ રોજગાર અને શિક્ષણ માટેના સેમિનાર, કેરિયર કોર્નર વર્ગ, નવા MoU થયેલા MSME એકમોન માનવબળ પુરૂ પાડવા સહિતની રોજગાર કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરી પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સહિત સમિતિના સરકારી સભ્યો તેમજ બિન સરકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post