News Portal...

Breaking News :

વડતાલધામના સંતો ધ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રાર્થનાસભામાં શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

2025-06-20 16:45:05
વડતાલધામના સંતો ધ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રાર્થનાસભામાં શ્રધ્ધાસુમન અર્પણ કરાયા


વડતાલધામ – અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વમુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીનું મૃત્યુ નીપજ્યું હતું. 


જેઓની ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ પ્રાર્થના સભામાં વડતાલધામ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી,બાપુ સ્વામી,S.G.V.P.ગુરુકુળના બાલુ સ્વામી,સહીત સંપ્રદાયના સંતોએ શ્રધ્ધાસુમન અર્પણ કરી વડતાલવાસી લક્ષ્મીનારાયણદેવ તથા હરિકૃષ્ણ મહારાજ તેઓને તેમના ચરણોનું સુખ આપે તેવી પ્રાર્થના કરી હતી.વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડૉ.સંતવલ્ભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે એરઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં લંડન જતા પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીનું કરુણ મૃત્યુ નીપજ્યુ હતું. સદગતની તા.૧૮ ના રોજ ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. 


વડતાલ લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ  પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ વિદેશ યાત્રાએ હોઈ તેઓને લક્ષ્મીનારાયણદેવ તથા હરિકૃષ્ણ મહારાજ તેઓને તેમના ચરણોનું સુખ આપે તેવી પ્રાર્થના કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડતાલધામના નિષ્ઠાવાન હરિભક્ત હતા. વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં વડતાલ ટેમ્પલ કમિટીના મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી,S.G.V.P.ગુરુકુળના બાલુ સ્વામી, બાપુ સ્વામી વડતાલ પાઠશાળાના સંચાલક હરિઓમ સ્વામી નારાયણચરણ સ્વામી (વ્રજભૂમિ મોગર) શ્યામ સ્વામી તથા ધોલેરા,સાળંગપુર અને વડતાલના અન્ય સંતો ઉપસ્થિત રહી ભાવપૂર્ણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ એવંમ્ લક્ષ્મીનારાયણદેવના ચરણોમાં પ્રાર્થના કરી પ્રભુ તેમના આત્માને ચરણનું સુખ આપે.

Reporter: admin

Related Post