સુરત:પલસાણા વિસ્તારના મખીંગા ગામમાં સ્થિત શ્રી બાલાજી કેમિકલ ફેક્ટરીમાં બુધવારે 17 ડિસેમ્બરે સવારે ભીષણ આગ લાગી હતી.
કેમિકલ ફેક્ટરી હોવાના કારણે આગે ખૂબ ઓછા સમયમાં વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી.મળતી માહિતી મુજબ, શ્રી બાલાજી ફેક્ટરીમાં બુધવારે વહેલી લાગેલી આગ લાગી હતી. આ આગ એટલી મોટી હતી કે, દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટે-ગોટા ઉડતા જોવા મળ્યા હતા.
ફેક્ટરીમાં જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે ખૂબ જ ઓછા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. આગની તીવ્રતા એટલી વધુ હતી કે, 10થી વધુ ફાયરની ગાડીઓ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.
Reporter: admin







