વડોદરામાં ગોગો નામે ઓળખાતા રોલિંગ પેપરના વેચાણ સામે નવાપુરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપી મંજિતા વણઝારાએ જણાવ્યું કે ગત રોજ જાહેર કરાયેલા જાહેરનામા મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે કાર્યવાહી દરમિયાન ગિરીશ ભારવાનીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ગોગો (રોલિંગ) પેપરમાં નશાકારક પદાર્થ નાખીને નશો કરવામાં આવે છે. હાલના તબક્કે ગોગો પેપર મામલે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. નવાપુરા પોલીસે કુલ 56 બોક્સ ગોગો પેપર જપ્ત કર્યા છે.

પોલીસ દ્વારા આરોપી સાથે કઈ એજન્સી સંકળાયેલી છે તેમજ આ રોલિંગ પેપર ક્યાંથી આવે છે તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે સ્પષ્ટ કર્યું કે ગોગો પેપર માત્ર એક કંપનીનું નામ છે અને તેને સામાન્ય રીતે રોલિંગ પેપર તરીકે ઓળખવામાં આવે છે. આરોપી વિવિધ ગલ્લાઓ પર આ રોલિંગ પેપરનું વેચાણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.હાલ સમગ્ર મામલે નવાપુરા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખવામાં આવી છે.

Reporter: admin







