વડોદરા : કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મકરપુરા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ દબાણ હટાવવા જતા એક વ્યક્તિએ જેસીબી મશીન આગળ સૂઈ ગઈ વિરોધ કર્યો હતો અને કોર્પોરેશન પર આક્ષેપ બાજી થતા પોલીસે તે વ્યક્તિને સમજાવટથી હટાવી લીધો હતો.
પાલિકાની દબાણ શાખાની ટીમ આજે મકરપુરા ડેપો પાસે આવેલ જગ્યામાં દબાણ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા પહોંચી હતી. આ સમયે અહીં દબાણ કરતાં એક વ્યક્તિએ જેસીબી મશીનના પૈડા નીચે સૂઈ જઈ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જે બાદ તેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. વોર્ડ ઓફિસર દ્વારા જાણે જોઈને હેરાનગતિ કરવા કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે.
Reporter: admin







