News Portal...

Breaking News :

29 ડિસેમ્બરની VMSS ની સામાન્ય સભા પણ મુલતવી કરવામાં આવશે

2025-12-22 16:47:39
29 ડિસેમ્બરની VMSS ની સામાન્ય સભા પણ મુલતવી કરવામાં આવશે


વડોદરા:  કોર્પોરેશનની સામાન્ય સભા આગામી તારીખ 29મી ડિસેમ્બરના રાખવામાં આવી છે તેને મુલતવી કરવામાં આવશે. જેના કારણે હવે વર્તમાન મહિનાની બાકી સભા સીધી આવતા મહિને એટલે કે આવતા વર્ષે 2026માં મળે તેવી ધારણા છે.


પાલિકામાં પ્રત્યેક મહિને યોજાતી સામાન્ય સભા ચાલુ મહિને તારીખ 17 ડિસેમ્બરના રોજ યોજાઇ હતી. પૂર્વ કોર્પોરેટર જયરામ વાધવાણી, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને પૂર્વ રાજ્યપાલ શિવરાજ પાટીલના દુઃખદ અવસારના કારણે તેઓને શ્રદ્ધાંજલિ અર્પી સભા મુલતવી કરી દેવામાં આવી હતી. આગામી સભાની તારીખ 29 ડિસેમ્બર રાખવામાં આવી છે. ત્યારે હવે વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન કહાર (રહે. નવાપુરા)નું દુઃખદ અવસાન થયું છે. 


પ્રણાલી મુજબ વર્તમાન કે પૂર્વ કોર્પોરેટરના નિધનના પગલે કોર્પોરેશનની સામાન્ય સભા મુલતવી કરી દેવામાં આવતી હોય છે. જેથી આગામી તારીખ 29 ડિસેમ્બરની સામાન્ય સભા પણ મુલતવી કરવામાં આવશે. શોક સભા બાદ અધ્યક્ષ તરીકે મેયર નવી તારીખની જાહેરાત કરશે. મોટેભાગે હવે આગામી મહિને એટલે કે વર્ષ 2026માં પાલિકાની સભા મળશે.

Reporter: admin

Related Post