News Portal...

Breaking News :

માંજલપુર ખાતે દરબાર ચોકડી પાસે આજે વહેલી સવારે પાણીમાં મસ મોટું ભંગાણ

2025-06-24 16:49:04
માંજલપુર ખાતે દરબાર ચોકડી પાસે આજે વહેલી સવારે પાણીમાં મસ મોટું ભંગાણ


વડોદરા:  શહેરમાં લોકોને એક તરફ પીવાનું પૂરતા પ્રમાણમાં પાણી તંત્ર દ્વારા આપી શકાતું નથી ત્યારે દક્ષિણ વિસ્તારના માંજલપુર ખાતે દરબાર ચોકડી પાસે આજે વહેલી સવારે પાણીમાં મસ મોટું ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાનું પાણી વેડફાઈ ગયું છે. 


આ ઉપરાંત હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ ની કામગીરી વાળી જગ્યાએ જ ખાડા ખોદી નંખાયા બાદ પુરાણ કરેલો કાચો રસ્તો ધોવાઈ જતા વાહનચાલકો આ રસ્તેથી પસાર થઈ શકે તેવી કોઈ જ સ્થિતિ રહી નથી. જોકે હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ ના અધિકારીઓએ પાલિકા તંત્રને આ અંગે જાણ કરી હોવાના પાંચ કલાક બાદ પણ હજી સુધી બંગાળ રીપેર થયું નથી. ઉલ્લેખનીય છે કે માંજલપુરની દરબાર ચોકડી પાસેથી હાઈ સ્પીડ ટ્રેનની લાઈન વડસર બ્રિજ પાસે થઈને પસાર થાય છે. પરંતુ દરબાર ચોકડી પાસે અગાઉ પાલિકા તંત્ર દ્વારા અગાઉ કામગીરી અંગે આ રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ સાંધા કરીને ખાડાનું એનકેન પુરાણ કરી દેવામાં આવ્યું હતું. 


પર જ્યારે બીજી બાજુ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ હજી સુધી માત્ર પાંચ ઇંચ જેટલું સીઝનનું પાણી પડ્યું છે ત્યારે આ પુરાણ કરાયેલા ખાડા થી બનાવેલો રસ્તો આ પાણી ભંગારના કારણે બેસી જતા બીજા તળાવ જેવું દ્રશ્ય સર્જાઈ ગયું હતું. દરબાર ચોકડીથી વડસર બ્રિજ પાસેથી હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ નું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ પાણી ભંગારની બાબતે હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ પાલિકા સત્તાધીશોને પાણી ભંગાણ બાબતે જાણ કરી હતી. પરંતુ હજી સુધી આ આ રીપેરીંગ કરવા બાબતે પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે બીજી બાજુ આ રસ્તો બેસી જવાના કારણે વાહનચાલકો પણ આ રસ્તેથી પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી.

Reporter: admin

Related Post