News Portal...

Breaking News :

6.8ની તીવ્રતાના ભૂકંપે તિબેટમાં ભારે તારાજી સર્જી

2025-01-07 13:07:51
6.8ની તીવ્રતાના ભૂકંપે તિબેટમાં ભારે તારાજી સર્જી


દિલ્હી : વહેલી સવારે હિમાલય પર્વતમાળની ઉત્તરી તળેટીમાં આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપે તિબેટમાં ભારે તારાજી સર્જી છે. 


એહેવાલો મુજબ ભૂકંપને કારણે હજુ સુધી 50 વધુ લોકોના મોતની પુષ્ટિ થઇ છે. ચીનની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે 62 અન્ય લોકો ઘાયલ થયા છે. તિબેટ ઉપરાંત નેપાળ, ભૂતાન અને ભારતના કેટલાક વિસ્તારો પણ ભૂકંપ અનુભવાયો હતો.સ્થાનિક સમય મુજબ સવારે 9.05 કલાકે ભૂકંપ આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ એવરેસ્ટ ક્ષેત્રના ઉત્તરીય પ્રવેશદ્વાર ગણાતા ટીંગરીમાં હતું. 


ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર દ્વારા આપવામાં અહેવાલ મુજબ ભૂકંપ 10 કિમી (6.2 માઇલ) ની ઊંડાઈ ધરાવતો હતો.ચાઈનના મીડિયાના જણાવ્યા અનુસાર ભૂકંપના કેન્દ્રની નજીક અનેક ઈમારતો પણ ધરાશાયી થઈ છે. ડીંગરી કાઉન્ટી અને તેની આસપાસના વિસ્તારોમાં ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા અને એપીસેન્ટરની નજીકની ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ.

Reporter: admin

Related Post