News Portal...

Breaking News :

ચાઈના દોરીની તપાસ માટે પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ

2025-01-07 12:30:15
ચાઈના દોરીની તપાસ માટે પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ


વડોદરા : આગામી દિવસોમાં મકરસંક્રાંતિ નો તહેવાર આવવાનો છે તેને લઈને દુકાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે માનનીય કમિશનનો આદેશ છે કે જે કોઈ દુકાન માં ચાઈનીઝ દોરી બનાવટ થતી હોય તો તે દુકાન ને બંધ કરવામાં આવે. 


જેથી થઈને ચાઈની દોરી થી લોકોના અને પશુ પંખીઓને જે નુકસાન થાય છે કે ના થાય અને ઉતરાયણનાં તહેવારમાં દુકાનદારો પોતાની દુકાન આગળ રસ્તા ઉપર લઈ આવે છે. જેને લીધે રસ્તા પર દબાનો વધતા જાય છે.જેને લઇને રસ્તાઓ બ્લોક થાય છે જેના થી ટ્રાફિક સર્જાય છે અને લોકોને પણ હેરાન ગતિ થાય છે જેને લઈને ગઈકાલે રાત્રે પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 


વડોદરામાં ચાઈનીઝ દોરી બેન્ડ છે જેથી કરીને જે કોઈ વ્યાપારી ચાઈનીઝ દોરી બનાવતી હોય તો દુકાન બંધ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર ચેકિંગ અભિષેક ગુપ્તા જોન 3 ડીસીપી દ્વારા તેમજ વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્રારા કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post