વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પરથી અનેક કચરાના ડમ્પર પસાર થાય છે જેના કારણે માર્ગ પર પાણી પડતા ચિકાસ વાળો માર્ક થઈ જાય છે સાથે આખા વિસ્તારમાં આ કચરાના ડમ્પરના કારણે દુર્ગંધ ફેલાય છે
વારંવાર આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યા છતાં તંત્ર દ્વારા આ ડમ્પરોને અન્ય માર્ગ પર ડાયવર્ટ ન કરાતા આજે વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડ એ જાતે રોડ પર ઉભા રહી અન્ય રોડની કચરાની ગાડીઓ રોકી હતી અને આ બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી
આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતા તેમણે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરી આ માર્ગ પરથી આ ઝોન સિવાયની જતી કચરાની ગાડીઓ અટકાવવાની માંગ કરી છે.
Reporter: admin