News Portal...

Breaking News :

લો બોલો મેયરના વોર્ડમાં જ હલકી ગુણવત્તાનો રસ્તો, ભુવો પડતાં જ ટ્રક ફસાઇ

2025-01-21 12:01:35
લો બોલો મેયરના વોર્ડમાં જ હલકી ગુણવત્તાનો રસ્તો, ભુવો પડતાં જ ટ્રક ફસાઇ


વડોદરા પાલિકાના અણઘડ તંત્ર વિશે હવે કશું કહેવાય તેવું નથી કારણ કે વડોદરાનો પ્રત્યેક નાગરીક પાલિકાના શાસનને જાણી ચુક્યો છે. 


વડોદરામાં ભ્રષ્ટાચાર ફુલોફાલ્યો છે અને તેની અસર ઠેર ઠેર જોવા મળે છે. આજે શહેરના મેયરના જ વોર્ડમાં રસ્તાનું કેવું તકલાદી કામ થયું છે તે અને કેવો ભ્રષ્ટાચાર થયો છે તેનો ઉત્તમ નમુનો જોવા મળ્યો છે. મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં તેમના ઘરથી માડ 200 મીટર દુર જ ખોડીયારનગર ચાર રસ્તા પાસે ભુવો પડતાં ટ્રક ફસાઇ ગઇ હતી. મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં જ જો રસ્તાની આ દશા હોય તો શહેરના તમામ વિસ્તારોના રસ્તાઓની દશા સમજી શકાય તેમ છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી પાલિકામાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે અને કોન્ટ્રાક્ટરો તો ફાટીને ધુમાડે ગયા છે. તકલાદી કામ કરવાના નિષ્ણાત કોન્ટ્રાક્ટરોને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓનો સાથ મળે ત્યારે આજે જે નમુનો જોવા મળ્યો તેવા નમુના જોવા મળે છે. દર વર્ષે રસ્તા તૂટે અને કોન્ટ્રાક્ટરો ફરીથી બનાવે અને તે સિલસિલો આખુ વર્ષ ચાલતો જ રહે છે. રસ્તાઓના કામમાં ભારે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. પ્રજાના ટેક્ષના પૈસામાંથી રસ્તાઓ બનાવામાં આવે છે પણ આ રસ્તા એવા તકલાદી હોય છે કે થોડા સમયમાં તુટી જાય છે તો ચોમાસામાં તુટી જાય છે અને વડોદરા ખાડોદરા બની જાય છે. 


રસ્તાઓ પર ઠેર ઠેર મોટા મોટા ભુવા પડે છે અને પછી પાલિકા ફરીથી એ જ કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવા આપે છે અને કોન્ટ્રાક્ટરો ફરી કમાય છે. હલકી ગુણવત્તાના કામો થતા હોવાથી રસ્તાઓની ગેરન્ટી કોઇ લઇ શકે તેમ નથી.આજે મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં તેમના ઘરથી માંડ 200 મીટર દુર ખોડિયાર નગર ચાર રસ્તા પાસે જ રસ્તામાં ભુવો પડતાં ટ્રક ફસાઇ ગઇ હતી અને તેને કાઢવા માટે ખાસી જહેમત ઉઠાવવી પડી હતી. સવાલ એ છે કે ચોમાસા પછી રસ્તા નવા બનાવામાં આવ્યા છે અને છતાં રસ્તા તુટી જાય તો કેવું કામ થયું હશે તે કલ્પના કરી શકાય તેમ છે. ભ્રષ્ટ તંત્ર સામે મેયર લાલ આંખ કરશે ખરા.,.સવાલ એ થાય છે કે મેયરના વોર્ડમાં જ જો કોન્ટ્રાક્ટર સારી ગુણવત્તાના રસ્તા ના બનાવતાં હોય તો શહેરની હાલત આ કોન્ટ્રાક્ટરોએ શું કરી હશે. ખાયકીની પણ હદ હોય છતાં પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ના સમજે તો પાલિકાના કમિશનરે તો સમજવું જ પડશે. મ્યુનિ કમિશનર દિલીપ રાણા આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરે તે જરુરી છે કારણ કે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ તંત્ર આવો જ ભ્રષ્ટાચાર કરતું જ રહેશે. મેયર પિંકીબેન સોનીએ પણ ભ્રષ્ટાચારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરવી પડશે કારણ કે તેમને તો આખરે પ્રજાની સમક્ષ જવાનું છે અને પ્રજાની સાથે રહેવાનું છે કારણ કે પ્રજાએ તેમને મેયર બનાવ્યા છે. પાલિકાના બાબુઓને તો પ્રજા સમક્ષ જવાનું નથી નથી મેયરે પણ સમજીને હવે ભ્રષ્ટ તંત્રને કાબુમાં કરવું પડશે.

Reporter: admin

Related Post