News Portal...

Breaking News :

બોગસ દસ્તાવેજોના આધારે બોગસ જમીન માલિક બનાવીને પરાક્રમસિંહ જાડેજાને ઠગવાનો પ્રયાસ

2025-01-21 11:58:08
બોગસ દસ્તાવેજોના આધારે બોગસ જમીન માલિક બનાવીને પરાક્રમસિંહ જાડેજાને ઠગવાનો પ્રયાસ


શહેર ભાજપના અગ્રણી અને કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે ત્રણ શખ્સોએ બોગસ દસ્તાવેજો આધારીત ખોટી વ્યક્તિને સમા સબ રજીસ્ટ્રાર સમક્ષ જમીન માલીક તરીકે હાજર કરી કૌંભાડ આચરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પરાક્રમસિંહ જાડેજાએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. 


કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા (રહે, સોમનાથ વીલા, ચેતક બ્રિજ પાસે, સમા) એ સમા પોલીસમાં કમલેશ લાલજીભાઇ દેત્રોજા (રહે, વાત્સલ્ય કુંજ, અટલાદરા) તથા દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ (રહે, રામા પેલેસીયો, ન્યુ અલકાપુરી) તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 19 નવેમ્બરે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના ગાળામાં તેમની સાથે સમા સબ રજીસ્ટ્રારની કચેરીમાં આ બનાવ બન્યો છે. આ શખ્સોએ તેમને વિશ્વાસમાં લઇ ગુનાહીત ષડયંત્ર રચ્યું હતું અને છેતરપીંડી કરવાના બદઇરાદાથી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાના બદઇરાદે ખોટા અને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. આ શખ્સોએ બોગસ દસ્તાવેજો આધારીત એક બોગસ વ્યક્તિને સમા સબ રજીસ્ટ્રાર સમક્ષ જમીન માલિક તરીકે હાજર રખાવ્યો હતો અને સબ રજીસ્ટ્રાર તથા દસ્તાવેજના સાક્ષીઓને અંધારામાં રાખી જમીન માલીકની ખોટી સહિઓ કરાવીને ખોટો દસ્તાવેદ બનાવ્યો હતો. આ શખ્સોએ જમીન માલિકની સહિઓ કરાવી લીધા બાદ અન્ય વ્યક્તિને બોગસ જમીન માલિક તરીકે તૈયાર કરીને તેને સબ રજીસ્ટ્રાર તથા દસ્તાવેજના સાક્ષીઓ સમક્ષ રજૂ કરીને છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવી પરાક્રમસિંહ જાડેજાએ સમા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો.મામલો શું છે..પોલીસ સુત્રોએ જણાવ્યું કે મોરબીના મૂળ માલિકની સુખલીપુરા ખાતે આવેલી મિલકત રૂ.1.45 કરોડમાં વેચાણ આપવાના બહાને ભાજપના કાર્યકર્તા સહિત બે જણા દ્વારા કોર્પોરેટર પાસેથી રૂ.21 લાખ પડાવ્યા હતા. બંને ઠગોએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખી સહી પણ તેની પાસે કરાવી હતી. પરંતુ કોર્પોરેટર પરાક્રમસિંહને  માલિકને આપેલો ચેક જમા નહી થતા શંકા ગઇ હતી અને બંને જણાનો ભાંડો ફુટ્યો હતો. કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા સહિત બે જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પરાક્રમસિંહને ભાજપના જ કાર્યકરે ચૂનો ચોપડવાનો કર્યો પ્રયાસ પોલીસ સુત્રોએ જણાવ્યું કે કાઉન્સિલર પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા  ભાજપના કાર્યકર્તા દિલીપસિંહ ગોહિલને ઘણા વર્ષોથી ઓળખેછે અને તેમને 2023માં કમલેશ લાલજી દેત્રોજા સાથે ઓળખાણ થઇ હતી. વડોદરાના સુખલીપુરા ગામે આવેલી જમીન કે જે પરેચા અમૃતલાલ નરભેરામ (રહે. લખધીરનગર મોરબી) ની હતી. ત્યારે કમલેશે તેમને જણાવ્યું હતું કે આ મિલકતમાં માલિક અમૃતલાલ પરેચા તેમના કાકા થાય છે અને તે મિલકત વેચાણ કરવાના અધિકાર પણ કાકાએ તેમને આપ્યા છે. ઉપરાંત કમલેશ દેત્રોજા તથા દિલીપસિંહ ગોહિલ ભાગીદાર થયા છે. 


વાતચીત બાદ આ મિલકત આ મિલકત રૂ. 1.45 કરોડમાં વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. જેથી 11 લાખ કમલેશ તથા 10 લાખ દિપીલસિંહને ચુકવવાના રહેશે. જ્યારે બાકીના 1.24 કરોડો રૂપિયા દસ્તાવેજ વખતે 18 માસમાં ચુકવવા વાયદા કર્યા હતા. જેથી કાઉન્સિલરે રૂ. 21 લાખ બંને ચૂકવી દીધા હતા અને વેચાણ દસ્તાવેજ કરવા માટે મૂળ મિલકત માલિકો બોલાવવાનું કહ્યું હતું. ત્યારે બંનેએ જણાએ તેઓ બીમાર પડી જવાના કારણે દસ્તાવેજ કરવા આવી શકે તેમ નથી. જેથી કાકા સાજા થાય ત્યારે દસ્તાવેજ કરીશુ તેમ કહ્યું હતું. પરંતુ આ બંને જણા વેચાણ દસ્તાવેજ તૈયાર કરી લાવ્યા હતા અને કાઉન્સિલરની તેમના પર સહી લઇ લીધી હતી. ત્યારબાદ તેમની ગેરહાજરીમાં મિલકત માલિક અમૃતલાલ નરભેરામ પરેચા નામની બોગસ વ્યક્તિના આધારકાર્ડ, પાનકાર્ડ સાથે હાજર રહી વેચાણ દસ્તાવેજની કાર્યવાહી પૂર્ણ કરી હતી. કોર્પોરેટરે દસ્તાવેજ ચેક કરતા આધાર પુરાવા અને ફોટો શંકાસ્પદ લાગ્યા હતા. દસ્તાવેજ પણ ચેક કરી પાનકાર્ડના આધારે ડમી વ્યક્તિ ઉભી કરીને મૂળ માલિકની અમૃતલાલ મકવાણાની ખોટી સહી કરાવી મૂળ માલિક સાથે પણ ઠગાઇ કરી હતી. મલેશ દેત્રોજા તથા દિલીપસિંહ ગોહિલે આમલિયા ગામે આવેલી મિલકતના માલિક હોવાનું જણાવવા સાથે તેઓ જમીન વેચાણ કરવા માંગતા હોવાનું જણાવ્યું હતું. જેથી કાઉન્સિલરે જમીન જોતા તેમને પસંદ પડી હતી. જેથી તેઓએ જમીનના મૂળ માલિક ઉર્મિલા સોલંકી, કમલેશ દેત્રોજા તથા દિલીપસિંહ ગોહિલના પત્ની રશ્મીકા ગોહિલ પાસેથી જમીન વેચાણ દસ્તાવેજ કરીને રકમ ચુકવી માલિક બન્યા હતા.ચેક ક્લિયર ના થતાં ભાંડો ફૂટ્યો પોલીસ સુત્રોએ જણાવ્યું કે પરાક્રમસિંહ જાડેજાએ વેચાણ દસ્તાવેજ ચેક કરતા રજૂ થયેલા આધારકાર્ડ, પાનકાર્ડ તથા ફોટા સહિતના વિગતો ચકાસી હતી. ઉપરાંત કાકાનો કોઇ કારણોસર ચેક ક્લિયર થયો ન હતો. કમલેશને આ આ બાબતે પૂછ્યું હતું ત્યારે તેણે કાકાએ ચેક જમા કરાવ્યો છે કે નહી તેની મને જાણ નથી તેવું કહ્યું હતું. ત્યારબાદ ખાતરી કરવા માટે તેના કાકાનો મોબાઇલ નંબર માગતા નહી આપી કાકા સાથે વાત કરી કહેશે તેમ જણાવ્યું હતું. પરંતુ શંકા થવા સાથે પોલીસને જાણ કરવાની કહેતા તેઓ ડરી જઇ ભાંગી પડ્યા હતા. પોલીસે હવે સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી

Reporter:

Related Post