શ્રાવણ માસ પ્રારંભ થતાં શિવ મંદિરો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા

શિવભક્તો માટેના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે. આ માસમાં શિવજીની ઉપાસના, આરાધના ઉત્તમ માનવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર શિવજી જેવા શીધ્ર દયાળુ અન્ય કોઈ જ દેવ નથી. શિવજીને ફક્ત એક કળશ જળ ચડાવવાથી રીઝાઈ જાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે.જે યુવક યુવતીઓના યોગ્ય ઉંમર હોવા છતાં કોઈપણ કારણસર વિવાહીત થતા ન હોય તેમજ જેમના દાંપત્ય જીવનમાં કંઈક ને કંઈક ખટરાગ રહેતો હોય, મતમતાંતર કે ઝઘડા રહેતા હોય તેમણે મહાદેવજીને શુદ્ધ જળનો કળશમાં ચડાવી, ચંદન સાથે ચણાની દાળના 108 દાણા ચડાવવા. તેમાં એક એક દાણો ચડાવતા 'ઓમ્ નમઃ શિવાય' મંત્ર બોલીને ચઢાવવાથી મનોકામના પરિપૂર્ણ થશે.

ત્યારબાદ 250 ગ્રામ પતાસા શિવજીને અર્પણ કરવા. શ્રાવણ માસ શરૂ થતા હિંદુ ધર્મના અનેક તહેવારોનો પણ પ્રારંભ જોવા મળતો હોય છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો અને શિવભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી





Reporter: admin







