વડોદરા : ગઈકાલ રોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર વડસર ખાતે ની વિશ્વામિત્રી તટ પર વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમને ચોકાવનારા દ્રશ્યો મળ્યા હતા

ખૂબ જ મોટી સંખ્યામાં દેશી દારૂનો અડ્ડો ધમધમ્યો રહ્યો હોય તેવા દ્રશ્ય માનતા તાત્કાલિક ધોરણે વિડીયો અને ફોટોગ્રાફ પોલીસ કમિશનરને મોકલવામાં આવ્યા હતા, તેના ત્વરિત એક્શન વડોદરા પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યા છે. વડોદરા પીસીબી ની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી તમામ દેશી દારૂ જથ્થાને નાશ કરી એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.



Reporter: admin







