વડોદરા : આઈ શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા આયોજીત માઁ ખોડીયારનો 22 મો પાટોત્સવ તથા ભંડારો નું આયોજન

આઈ શ્રી ખોડીયાર માતાનું મંદિર, વિજયનગર, લક્ષ્મીપુરા રોડ,ગોરવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદીનો લાભ લીધો હતો.વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિજયનગર, લક્ષ્મીપુરા રોડ ગોરવા વિજયનગર આઈશ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા આઈ શ્રી ખોડીયાર માતાનું મંદિર,ખાતે22 મો પાટોત્સવ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવચંડી યજ્ઞ શ્રીફળ હોમવાનો ,મહાઆરતી તથા મહા પ્રસાદીનો આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ઉપસ્થિતિમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નં.૯ ના યુવા કાઉન્સિલર શ્રીરંગઆયરે,આઈશ્રી ખોડીયાર યુવક મંડળ પ્રમુખ અલ્પેશ રાઠોડ,સુરેશચંદ્ર પંડયા (મહારાજ) આઈશ્રી ખોડીયાર યુવક મંડળના સભ્યોમાં ખોડીયારનો ૨૨મો પાટોત્સવ માં વિજયનગરના સ્થાનિક રહીશું તથા મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો.





Reporter: