રાજારામ બાપુ પાટીલ લલિત કલા અકાદમી મહારાષ્ટ્ર અને મરાઠી વાંગમય પરિષદના સંયુક્ત ઉપક્રમે મરાઠી સાહિત્યકારોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત થયા હતા.તેમજ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જયંત પાટીલ પણ વડોદરા આવ્યા હતા.મરાઠી વાંગમય પરિષદના સહયોગથી યોજાયેલ સમારોહમાં બરોડા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મહારાષ્ટ્રના માજી મંત્રી રાજારામબાપુ પાટીલના નામે સ્થાપન કરવામાં આવેલ આ અકાદમી મરાઠી સાહિત્ય ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે આગવું સિંહ ફાળો આપનાર સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જ્યેષ્ઠ સાહિત્યકાર અરુણા ઢેરેને જીવન ગૌરવ પુરસ્કાર ,શૈલી સાહિત્ય અને સમીક્ષા માટે ડો દિલીપ ધોંડગે, પ્રાયોગીક રંગભૂમિના દિગ્દર્શક અતુલ પેઠે, સાહિત્ય માટે ડો. સચિન કેતકર અને ડો. સંજય કરંદીકરને સન્માન ચિન્હ સહિત પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.


Reporter: News Plus







