વડોદરા: દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ અને એનસીએસ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
નેશનલ કરીઅર સેન્ટર ફોર ડીફરન્ટલી એબલ, વડોદરા તથા મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તરસાલી વડોદરાના સંયુકત ઉપક્રમે 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા માત્ર ડેફ એન્ડ મ્યુટ (મુક બધીર) અને ઓર્થો પગની દિવ્યાંગતા દિવ્યાંગતા ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથથી કામ કરી શકે તેવા 18થી 35 વર્ષના ધો. 8 પાસ, 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ જેવી લાયકાત ધરાવતા દિવ્યાંગ માત્ર બહેનો માટે તા. 26 સપ્ટેમ્બર 2024ના સવારે 10 વાગે નેશનલ કરીઅર સેન્ટર ફોર ડીફરન્ટલી એબલ ફોર વુમન, અંધજન શાળાની સામે, પેન્શનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજવામા આવ્યો હતો.
દિવ્યાંગ ઉમેદવારો માટે ફ્રી હોમિયોપેથીક મેડિકલ કેમ્પ યોજવામાં આવશે. આ ભરતી મેળામાં દિવ્યાંગ મહિલા ઉમેદવારોને રીઝયુમની 2 કોપી, ડીસેબીલીટી પ્રમાણપત્ર, આધારકાર્ડ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામા આવ્યું છે.
Reporter: admin