News Portal...

Breaking News :

હડસન નદીમાં એક હેલિકોપ્ટર ઉડતું ઉડતું નદીમાં ગરકાવ : પાઈલટ સહિત 6 લોકો મૃત્યુ

2025-04-11 10:15:21
હડસન નદીમાં એક હેલિકોપ્ટર ઉડતું ઉડતું નદીમાં ગરકાવ : પાઈલટ સહિત 6 લોકો મૃત્યુ



મેનહેટ્ટન: અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી હવાઈ દુર્ઘટનાઓ છે. ત્યારે વધુ એક ઘટના મેનહેટ્ટનથી સામે આવ્યો છે. 



પ્રાપ્ત માહિતી અનુસાર અહીં હડસન નદીમાં એક હેલિકોપ્ટર ઉડતું ઉડતું નદીમાં ગરકાવ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઈલટ સહિત 6 લોકો મૃત્યુ પામી ગયાની માહિતી મળી રહી છે.આ દુર્ઘટના લોઅર મેનહેટ્ટન અને જર્સી સિટી વચ્ચે સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટાપાયે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો કાફલો ધસી આવ્યો અને બચાવ કામગીરીના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું કે એક પર્યટક હેલિકોપ્ટર હડસન નદીમાં તૂટી પડ્યું હતું. 


આ હેલિકોપ્ટરમાં ત્રણ બાળકો સહિત 6 લોકો સવાર હતા જેમના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પાઈલટ સહિત સ્પેનના 5 લોકોનો એક પરિવાર સામેલ છે.ન્યૂયોર્કમાં ટૂર માટે ઓપરેટ કરવામાં આવતા આ હેલિકોપ્ટર્સે 2:59 વાગ્યે બપોરે ઉડાન ભરી હતી અને પછી અચાનક બેકાબૂ થઈ ગયું હતું. બપોરે લગભગ 15 મિનિટ બાદના સમયગાળામાં જ નજીકમાં આવેલી નદીમાં આ હેલિકોપ્ટર તૂટી પડ્યાની માહિતી મળી હતી અને તેમાં સવાર લોકો નદીમાં જ ડૂબી ગયા હતા.

Reporter: admin

Related Post