નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત ૧૨ શાળા મકાનના ખાતમુહુર્ત અને ૦૬ શાળા નવીન મકાનના લોકાર્પણના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબીનેટ શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, વિધાનસભા ના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેરના મેયર પીન્કી સોની, સાંસદ ડૉ. હેમાંગ જોષી, ધારાસભ્ય, વડોદરા શહેર ભાજપા પ્રમુખ જયપ્રકાશભાઈ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતાલ મિસ્ત્રી, ડે.મેયર, શહેર ભાજપા પૂર્વ પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, જિલ્લા શિક્ષણાધિકારી મનોજકુમાર પાંડે, શાસનાધિકારી શ્વેતાબેન પારગી, તમામ સભ્યઓ, સમિતિ કર્મચારીગણ, તમામ શાળાના શિક્ષકો, એસએમસી સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત કુલ ૧૨ શાળાના નવા મકાનના ખાતમુહુર્ત કરવામાં આવ્યા. જેમાં વિદ્યાર્થીઓ માટે ૧૭૩ વર્ગખંડ સાથેના અંદાજીત ૩૫ કારોડના ખર્ચે શાળાના નવીન મકાન બનાવવામાં આવનાર છે. તથા ૦૬ શાળાના નવા મકાનના લોકાર્પણ કરવામાં આવ્યા, જેમાં અંદાજીત ૧૮ કરોડના ખર્ચે શાળાના અધતન મકાન બનાવવામાં આવ્યા છે. ઉપસ્થિત તમામ મહાનુભવોનું શાબ્દિક સ્વાગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને ભારત દેશના ભવિષ્ય એવા બાળકો સાકાર કરવાના છે ત્યારે આ બાળકો માટે પાયાની સુવિધા પૂરી પાડવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમિતિના બાળકોની સિદ્ધિઓ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બાળકોના હિતાર્થે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે – CET, જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ, NMMS વગેરે માં શિક્ષણ સમિતિના કુલ ૭૪૮ બાળકોએ રાજ્ય કક્ષાના મેરીટ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આગામી સમયમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં કોડીંગ લેબ, કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ અને બાળકો માટે રમત-ગમતના આધુનિક મેદાન વગેરેનું નિર્માણ થયું છે તે જણાવ્ય હતું. શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા મંચ પરથી ૦૬ શાળાના નવીન મકાનનું ઉપસ્થિત મહેમાનોની ગરિમામય ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે તેઓના પ્રેરક વક્તવ્યમાં મહાવીર જયંતીના પ્રસંગે ભગવાન મહાવીર સ્વામી અને તેઓના ઉમદા કાર્યને ખાસ યાદ કર્યા હતા. તેઓએ વડોદરા શહેરના રાજવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડને અને શિક્ષણ પ્રત્યે તેઓનો લગાવ અને ખાસ કરીને કન્યા કેળવણીને બિરદાવ્યા હતા. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન અમલમાં આવેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ના પાયામાં જે વાત રહેલી છે તેનું ઉદાહરણ આપતા તેઓએ વાત કરી હતી કે, બાળકો સમય અને ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ચાલે તે ખુબ જ જરૂરી છે પણ સાથે ભારત દેશની પ્રાચીન ગુરુકુળની શિક્ષણ પદ્ધતિની વાત કરીને બાળક આત્મનિર્ભર બને તે પણ ખુબ જ અગત્યનું છે. બાળકો જીવનના વિવિધ કૌશલ્યો શીખે તે પણ એટલું મહત્વનું છે. બાળકો “Social Media” વિવેકપૂર્ણ ઉપયોગ કરે તે જોવાનું કામ બાળકોના માતા-પિતા અને શિક્ષકોનું છે. સ્માર્ટફોન રૂપી રાવણ જે ઘરે ઘરે છે તેનાથી બાળકોને દુર રાખીને સંસ્કારોનું સિંચન કરીને આ બાળકોને રામ બનાવવાના છે અને ભગવાન રામ જેવા ગુણો બાળકમાં કેળવાય તે પ્રયત્નો આપણે સૌએ કરવાના છે. ૨૦૪૭ નું ભારત વિશ્વગુરુ – વિકસિત બને તે માટે આપણે સૌએ સહિયારા પ્રયત્નો કરવાના છે.
Reporter: