News Portal...

Breaking News :

અમદાવાદ ખાતે બનેલી દર્દનાક હૃદય દ્રાવક પ્લેન ક્રેશ ઘટનામાં મૂળ હાલોલની અને લંડનમાં સ્થિર થયેલ પરણિત યુવતીનું પણ મોત થતા સમગ્ર હાલોલમાં ફેલાઈ ગમગીની

2025-06-12 19:53:31
અમદાવાદ ખાતે બનેલી દર્દનાક હૃદય દ્રાવક પ્લેન ક્રેશ ઘટનામાં મૂળ હાલોલની અને લંડનમાં સ્થિર થયેલ પરણિત યુવતીનું પણ મોત થતા સમગ્ર હાલોલમાં ફેલાઈ ગમગીની



 અમદાવાદ ખાતે આજે બનેલી ખૂબ જ દુઃખદ અને દર્દનાક પ્લેન ક્રેશ થવાની ઘટનામાં અનેક લોકોના મોતના સમાચારથી સમગ્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશભરમાં અમદાવાદ આ કમભાગીની આ ઘટનાને પગલે ભારે આઘાત સાથે ગમગીની ફેલાઈ છે તેવા સમયે હાલોલ ખાતે પણ અમદાવાદ ખાતે બનેલી પ્લેન ક્રેશની ઘટના ગોઝારી સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં હાલોલ શહેરના બસ સ્ટેન્ડની સામે યુવરાજ હોટલ સામે આવેલી વૈશાલી સોસાયટીની મૂળ વતની અને છેલ્લા 15 વર્ષ જેટલા સમયથી નડિયાદમાં રહી આણંદ જિલ્લાના ઓડના રહીશ પીનલભાઈ પટેલ સાથે પરણીને છેલ્લા દસ વર્ષ જેટલા સમયથી  લંડન ખાતે સ્થિર થયેલી ત્રણ બાળકોની માતા રૂપલબેન પિનલભાઈ પટેલનું પણ અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં દુ:ખદ અને દર્દનાક મોત થયું હોવાના સમાચારને પગલે સમગ્ર વૈશાલી સોસાયટી સહિત હાલોલ નગર ખાતે ઘેરા શોક સાથે આઘાતની લાગણી ફેલાઈ છે જેમાં બનાવની જાણ થતા સમગ્ર વૈશાલી સોસાયટીના લોકો રૂપલના બંધ ઘર ખાતે આજે દોડી આવ્યા હતા અને પોતાનો શોક વ્યક્ત કરતા નજરે પડ્યા હતા જેમાં રૂપલના પિતા વિષ્ણુભાઈ પટેલ હાલોલ ખાતે વેપારી તરીકેની શાખ ધરાવતા હતા અને ટ્રાન્સપોર્ટનો પ્રતિષ્ઠિત ધંધો કરી છેલ્લા 50 વર્ષ જેટલા સમયથી પ્રથમ હાલોલના પાવાગઢ રોડ પર અને તે બાદ હાલોલની વૈશાલી સોસાયટી ખાતે પોતાના પરિવારજનો સાથે રહેતા હતા જેમાં આજથી 15 વર્ષ પહેલાં વિષ્ણુભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં રૂપલબેન પોતાની માતા અને પરિવારજનો સાથે નડિયાદ રહેવા ચાલ્યા ગયા હતા જોકે એ બાદ પણ હાલોલ સાથે તેઓએ પોતાનો નાતો જોડે રાખ્યો હતો અને અવારનવાર રૂપલબેન સહિત પરિવારજનો હાલોલ ખાતે વૈશાલી સોસાયટીના પોતાના મકાનમાં રહેવા આવતા હતા જેમાં આજથી દસ વર્ષ પહેલા રૂપલબેનનું પીનલભાઈ પટેલ સાથે લગ્ન થતાં રૂપલબેન પિનલ સાથે લંડન જઈને સ્થિર થઈ ગઈ હતી જ્યાં રૂપલબેને પોતાના 2 જોડિયા બાળકો અને 1 બાળક મળી ત્રણ છોકરાઓને જન્મ આપ્યો હતો અને પોતાના પરિવારને સાથે હસી ખુશી લંડન ખાતે રહેતા હતા જેમાં આજથી થોડા દિવસો પહેલા મેડિકલ કારણોસર રૂપલબેન ઇન્ડિયા આવ્યા હતા અને આજે અમદાવાદ એરપોર્ટ ખાતે પ્લેનમાં બેસી લંડન જવા માટે નીકળ્યા હતા 


જેમાં આજે સવારે રૂપલબેનનો ભાઈ પવન પટેલ રૂપલબેનને મુકવા માટે અમદાવાદ એરપોર્ટ  પર આવ્યો હતો જેમાં રૂપલબેન ખુશી ખુશી પોતાના ભાઈ પવનને વિદાય આપી પોતાના પતિ અને બાળકો પાસે લંડન જવા માટે પ્લેનમાં બેસીને નીકળી હતી જેમાં રુપલ અને પવનને ક્યાં ખબર હતી આજે આ બંને ભાઈ બહેનની આખરી મુલાકાત છે અને થોડીક જ ક્ષણોમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઉડેલું પ્લેન ક્રેશ થતા જ પ્લેનમાં બેસેલા તમામ લોકોની ખુશીઓ આક્રંદ અને મરણચીસોમાં પલટાઈ ગઈ હતી જ્યારે બનાવની જાણ તેઓના પરિવારજનોને પણ થતા સમસ્ત પ્રવાસીઓના પરિવારજનોમાં પણ ભારે આઘાત અને ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી જેમાં બનાવની જાણ થતા રૂપલબેનનો ભાઈ પરત તાત્કાલિક અમદાવાદ ખાતે દોડી આવ્યો હતો જેમાં તેને પોતાની બહેન પ્લેન ક્રેશમાં અવસાન પામી હોવાની માહિતી મળતા તેની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો 


જ્યારે બનાવની જાણ લંડન ખાતે રૂપલબેનના પતિને થતા તેઓ પણ તાત્કાલિક લંડનથી ઇન્ડિયા આવવા માટે નીકળી ગયા હોવાની માહિતી મળવા પામેલ છે જ્યારે આ સમગ્ર બનાવને પગલે સમસ્ત પટેલ પરિવાર સહિત હાલોલની વૈશાલી સોસાયટીમાં વર્ષો સુધી રહી સ્વજન બનેલી રૂપલબેનના મોતથી સમગ્ર વૈશાલી સોસાયટી સહિત હાલોલ શહેરમાં ઘેરા શોક સાથે આઘાતની લાગણી ફેલાઈ છે.

Reporter: admin

Related Post