News Portal...

Breaking News :

અમદાવાદ પ્લેન ક્રેસમાં વડોદરાના પાંચ અને ભરૂચના પાંચ નો સમાવેશ

2025-06-12 19:02:01
અમદાવાદ પ્લેન ક્રેસમાં  વડોદરાના પાંચ અને ભરૂચના પાંચ નો સમાવેશ




વડોદરા : જિલ્લા કલેકટર અનિલ ધામેલીયએ ટેલિફોનિક વાતચીતમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં વડોદરાના 5 મુસાફરો હોવાનું જણાવ્યું છે. જે આંકડો વધી શકવાની શકયતા પણ દર્શાવી છે. જોકે આંકડાઓ અંગે હજી કોઈ સત્તાવાર માહિતી નહિ મળી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જ્યારે મળતી માહિતી અનુસાર પ્લેનમાં તાંદલજાના યાસમીન વોરા, વાડી ખત્રી પોળમાં રહેતા સાદીકાબાનુ મહંમદમીયા તપેલીવાલા (શેઠવાલા) ઉ.વ. - 27 (માતા), ફાતિમા શેઠવાલા 2.5 (દીકરી)પોતાના પતિ પાસે લંડન જતા હતા. જ્યારે માંજલપુરના કલ્પનાબેન પ્રજાપતિ તથા પાદરાના કેતન શાહ પણ પ્લેનમાં સવાર હતા. નોંધનીય છે કે, હજી સુધી ફ્લાઈટમાં સવાર મુસાફરોના મૃત્યુ આંક અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

.



ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી.
ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે


ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં પટેલ સાહિલ , પટેલ અલ્તાફ હુસેન, તાજુ હુસેના , તાજુ આદમ અને સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.

Reporter: admin

Related Post