વડોદરા: અમદાવાદમાં થયેલી ગોઝારી પ્લેન દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા શેઠવાલા પરિવાર પર પણ આભ તૂટી પડ્યું છે. પરિવારના દીયરના લગ્નમાં હાજરી આપવા યુકેથી આવેલી ભાભી અને તેમની અઢી વર્ષની માસૂમ દીકરી પણ ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા, અને તેમનું પણ દુર્ઘટનામાં અવસાન થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
વડોદરાના વાડી ખત્રી પોળમાં સાસરી ધરાવતા 26 વર્ષીય સદીકાબહેન મોહમ્મદ મિયાં શેઠવાલા (તપેલીવાલા) અને તેમની અઢી વર્ષની દીકરી ફાતિમા, ગત 16મી તારીખે યુકેથી વડોદરા આવ્યા હતા. તેઓ સદીકાબહેનના દીયરના 18મી તારીખના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ આજે સવારે 7:00 વાગ્યે તેઓ યુકે પરત જવા માટે વડોદરાથી નીકળ્યા હતા.
સદીકાબેનના સાસુ, માતા-પિતા અને ભાઈ તેમને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા ગયા હતા. આ સ્વજનો અમદાવાદથી વડોદરા પરત આવ્યા, અને તે જ સમયે પ્લેન ક્રેશ થયાના સમાચાર મળતા તેઓ તરત જ અમદાવાદ પરત દોડી ગયા હતા. આ કરુણ સમાચાર મળતાની સાથે જ વાડી સહિત સમગ્ર વિસ્તારમાં શોકની ગમગીની છવાઈ ગઈ છે. શેઠવાલા પરિવાર પર તૂટી પડેલી આ આફતથી લોકોમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે.
.
ક્રેશ થયેલા પ્લેનમાં વાસદના 3 લોકો સામેલ હતા. ક્રિષ્ના રિવરસાઇડના માલિક રજનીકાંત પટેલ તેમના પરિવારના અન્ય સદસ્યો દિવ્યા પટેલ અને હેમાંગિની પટેલ પ્લેનમાં સવાર હતા, તેમને લઇને હજુ સુધી કોઇ માહીતી સામે આવી નથી.
તારાપુરનો આશાસ્પદ યુવાન પાર્થ શર્મા સ્ટુડન્ટ વિઝા પર લંડન જઇ રહ્યો હતો
Reporter: admin







