વડોદરા શહેરમાં જીવલેણ છરો લઇને ફરી રહેલા રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
પોલીસે બાતમીના આધારે વારસીયા રીંગ રોડ પર કલાવતી હોસ્પિટલ સામે ખુલ્લા મેદાનમાંથી પોલીસને જોઇને ભાગી રહેલા રોહન ઉર્ફે બુટરી જગદીશ રાજમલને ઝડપી પાડ્યો હતો. તેની પાસે છુપાવેલો ધરાદાર છરો મળી આવ્યો હતો. રોહન ઉર્ફે બુટરી સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટના 2, ઘરફોડ ચોરીના 1, અન્ય ચોરીના 2 તથા મારામારીના 5 અને જાહેરનામા ભંગના 2 અને હથિયાર રાખવાના 1 મળીને 14 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
Reporter: admin







