News Portal...

Breaking News :

શહેર પ્રમુખની આજુબાજુમાં વહીવટદારોની ટોળકી ગોઠવાઈ ગઈ છે

2025-12-21 10:58:53
શહેર પ્રમુખની આજુબાજુમાં વહીવટદારોની ટોળકી ગોઠવાઈ ગઈ છે


વડોદરા નમો કમલમનાં સંકુલની કચરાપેટીમાંથી મળેલ લાખોની કિંમતની વેરવિખેલ થયેલ કોથળાઓ ખોલ્યા વગરની તમામ ચૂંટણી સામગ્રીને તાત્કાલિક અસરથી ટેમ્પાઓ ભરીને સગેવગે કરવામાં આવી
પક્ષની ઓળખ સમાન ઝંડા–ખેસના નિકાલમાં બેદરકારી, શહેર ભાજપમાં ખળભળાટ
શહેર ભાજપ કાર્યાલયની પાછળ પક્ષની ઓળખ સમાન ઝંડા અને ખેસ સડી ગયેલી હાલતમાં પડેલા હોવાના દ્રશ્યો સામે આવતાં કાર્યકરોમાં રોષ.
અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ શહેર પ્રમુખ સક્રિય બન્યા હતા, છતાં ઝંડા અને ખેસના યોગ્ય નિકાલ અંગે ગંભીર સવાલો ઉભા થયા.



પક્ષની ઓળખ સમાન ખેસ અને ઝંડાને શહેર ભાજપ કાર્યાલયની પાછળ ડિસ્પોઝ કરવામાં આવી રહ્યા હોવાના ફોટા સાથે અહેવાલ પ્રસિદ્ધ કરતા જ શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. શહેર પ્રમુખ મોડી રાતથી જ સક્રિય થઈ ગયા હતા. નમો કાર્યાલયમાં ખરાબ હાલતમાં સડી રહેલા પક્ષના ખેસ અને ઝંડા સહિતનો સામાન જોઈ પક્ષના સંનિષ્ઠ કાર્યકરોને આઘાત લાગ્યો હતો. તેમનો રોષ પણ જોવા મળ્યો હતો.શહેર પ્રમુખ અને શહેર સંગઠન આ રીતે પક્ષના ઝંડા અને ખેસનો નિકાલ કેવી રીતે કરી શકે તેવો બળાપો કાર્યકરોમાં જોવા મળ્યો હતો. અમને મળેલી માહિતી મુજબ આ તાજો જ માલ છે અને એવું પણ નથી કે વર્ષો જૂનો સામાન ડિસ્પોઝ કરવામાં આવી રહ્યો હોય. હમણાં જ આ માલ આવ્યો હોવાનું જાણવા મળે છે.અગાઉ જ્યારે સી.આર. પાટીલ વડોદરા આવેલા ત્યારે પક્ષનાં કાર્યકર બનેલા દર્શનમ ગૃપનાં ડાયરેક્ટર સુનિલ અગ્રવાલની દુકાન/ગોડાઉનમાં આ માલ પડેલો હતો. ત્યારબાદ દર્શનમની ઓફિસ અન્યને અપાતા આ સામાન શહેરના નમો કાર્યાલય ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યાં સડી ગયેલી હાલતમાં તેનો જથ્થો પડ્યો રહ્યો હતો.ખરેખર તો શહેર પ્રમુખ ઇચ્છતા તો આ ઝંડા અને ખેસનો યોગ્ય નિકાલ કરી શક્યા હોત. વડોદરામાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો છે, તેમને આ સામાન વહેંચી શકાતો હતો અથવા જિલ્લા ભાજપને સોંપી શકાય તેમ હતું. પરંતુ તેમ કરવાને બદલે માલ ડિસ્પોઝ કરાતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.તપાસનો વિષય એ છે કે આ માલ કેટલા સમયથી દર્શનમમાં પડેલો હતો ? કોથળા ભરેલો માલ ભીનો કેવી રીતે થયો? નમો કાર્યાલયમાં ક્યારે લવાયો? તેમજ અત્યાર સુધી તેનો યોગ્ય નિકાલ કેમ કરવામાં આવ્યો નથી. મોટાભાગનાં સામાન નાં કોથળા પણ ખોલાયા ન હતા. નમો કાર્યાલયમાં લાવતા પહેલા કે પછી કોથળા ખોલવાની પણ કોઈએ દરકાર કરી નથી. અહેવાલ પ્રસિદ્ધ થતાં જ શહેર પ્રમુખ સક્રિય થયા હતા અને સામાન યોગ્ય રીતે ગોઠવવાની સૂચના આપી હતી. તેમ છતાં પક્ષની ઓળખ સમાન ઝંડા અને ખેસ સડી ગયેલી હાલતમાં પડેલા હોવાના દ્રશ્યો જોઈ ભાજપના કાર્યકરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.સમાચાર પ્રસિદ્ધ થતાં જ શહેર પ્રમુખે આજે સવારથી જ કાર્યાલયની બહાર  વ્યક્તિઓ ગોઠવી દીધા હતા.મિડીયા આવી ન જાય તેની તકેદારી રખાઈ હતી. કાર્યાલયમાં આવનાર દરેક વ્યક્તિની પૂછપરછ કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. કાલે કયા વિઝીટર કોને મળવા આવ્યા હતા તેની પણ તપાસ કરાઈ હતી.



મોટા હોદ્દેદારો ઉપયોગમાં લઈ શકાય એવો સામાન આ રીતે કેમ સાચવી રાખે છે?
મહત્વની વાત એ છે કે મોટા હોદ્દેદારો ઉપયોગમાં લઈ શકાય એવો સામાન આ રીતે કેમ સાચવી રાખે છે. અગાઉ એક ધારાસભ્ય પણ આવો કાંડ કરી ચૂક્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેર ટ્રાફિક પોલીસને ઉનાળામાં આપવામાં આવતા હેલ્મેટનો મોટો જથ્થો આ ધારાસભ્યએ પોતાની પાસે લઈ કોઈ ખાનગી ગોડાઉનમાં મૂકી દીધો હોવાનો આક્ષેપ કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અત્યારે તો ‘લૂંટ સકે તો લૂંટ’ જેવું વાતાવરણ છે
ભાજપનો એવો પણ સમય હતો જ્યારે પક્ષ પાસે પૂરતી રકમ ન હતી અને કાર્યકરો પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને પક્ષનો પ્રચાર-પ્રસાર કરતા હતા. હવે ભાજપ પાસે પૂરતું ફંડ હોવાથી કોઈ વસ્તુની કદર રહી નથી. ભાજપના એક પૂર્વ હોદ્દેદારે જણાવ્યું હતું કે તેમના સમયમાં પૂરતું ફંડ કે ડોનેશન મળતું ન હતું, તેથી એક-એક પૈસો સંભાળીને વપરાતો હતો અને કોઈ વસ્તુનો બગાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું.તે સમયે કાર્યકરો જાતે લોકો પાસે જઈ ફંડ એકત્ર કરતા હતા. ભાજપ પાસે પૂરતું ધન આવતા પક્ષની ઓળખ સમાન ઝંડા અને ખેસની પણ કદર-કિંમત રહી નથી. જેનાથી કાર્યકરની પોતાની ઓળખ છે તેવી સંસ્થાની સામગ્રી કચરાપેટીમાં ફેકાઈ જાય છે. અત્યારે તો ‘લૂંટ સકે તો લૂંટ’ જેવું વાતાવરણ હોવાનું પૂર્વ હોદ્દેદારે જણાવ્યું હતું. કયા કામમાંથી મને શું મળે છે એની ગણતરી બહુ ઝડપથી મંડાઈ જાય છે.સ્થાયીમાંથી, કોન્ટ્રાક્ટરો- બિલ્ડરો પાસેથી, અન્ય દાતાઓ પાસેથી કરોડો રૂપિયા આવી રહ્યા છે, છતાં પક્ષની ઓળખ સમાન ઝંડા અને ખેસ પ્રત્યે બેદરકારી જોવા મળે છે. પૂર્વ હોદ્દેદાર જણાવે છે કે તેમના સમયમાં ખેસ અને ઝંડા તિજોરીમાં સાચવી રાખવામાં આવતા અને જરૂર પડે ત્યારે જ નોંધ રાખી કાર્યકરોને સાચવવાની સમજ સાથે આપવામાં આવતા હતા, કારણ કે પક્ષનો ઝંડો અને ખેસ જ તેમની ઓળખ છે. “અમે પક્ષના ઝંડા અને ખેસની ઇજ્જત કરીએ છીએ, કારણ કે અમે જે કંઈ છીએ તે પક્ષના કારણે છીએ,” એમ તેમણે જણાવ્યું હતું. અત્યારે દરેક શહેરમાં પક્ષ પાસે કરોડોના ખર્ચે બનેલા કમલમ કાર્યાલય છે જરૂરથી વધારે ફંડ યેનકેન આવે છે.ચૂંટણી સામગ્રીની છૂટથી મળે છે, એટલે કેટલાક કાર્યકરો હોદ્દેદારોને એની કિંમત નથી.કોઠી,રાવપુરા,સયાજીગંજનાં ભાજપ કાર્યાલયમાં જેમણે ફરજ બજાવી છે તેવા સંગઠનના કેટલાક ગણ્યાગાંઠ્યા સ્વયંસેવકોને જ એની ખરી કદર છે. અત્યારે તો હોબાળો મચતા ટેમ્પાઓ ભરીને તાત્કાલિક અસરથી માલ સગેવગે કરી વિવાદ ઉપર બેજવાબદાર પ્રમુખે પડદો પાડવાનો પ્રયત્ન કર્યો છે. પ્રદેશ કક્ષાએ આ હરકતની નોંધ લેવાઈ છૅ.

Reporter: admin

Related Post