વડોદરા : ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે રામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા.

ચૈત્ર સુદ નવમી એટલે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા પ્રતાપ નગર ખાતે આવેલ ઋણ મુકેશ્વર પાસેથી ભગવાન શ્રીરામની આરતી કરી વાય યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા સાથે ભગવાન શ્રીરામની ભવ્ય પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળી હતી

સાથે બાળકો દ્વારા વેશભૂષા એ આકર્ષણ જમાવ્યું હતું સાથે આ શોભાયાત્રા પ્રતાપ નગર ચોખંડી માંડવી એમ જી રોડ ન્યાય મંદિર થઈ લાલ કોર્ટ પાસે સમાપન થઈ હતી જેમાં લહેરીપુરા ગેટ પાસે કાશીનાથ પંડિતો દ્વારા 108 દીવા ની ભવ્ય આરતી આરતી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં જય શ્રી રામ જય શ્રી રામના નારા લાગ્યા હતા સાથે આ શોભાયાત્રા માં ઠેર ઠેર ભગવાન શ્રીરામ ને આરતી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું લેરીપુરા ગેટ પાસે ભવ્ય આતિશ બાજી કરવામાં આવી હતી.



Reporter: admin







