જૈનોમાં ભગવાનની ધજા ફરકાવવાનો અનેરો લાભ અને ફળ આપનાર છે તેમ શાસ્ત્રોમાં જણાવ્યું છે.જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરા થી આઠ કીલોમીટરના અંતરે આવેલ બે મંજલી ૨૪ તીર્થંકરો થી શોભતું સુંદર દેવ વિમાન સમું તીર્થ આવેલું છે.

જેનું સફળ સંચાલન અંતરિક્ષજી તીર્થ રક્ષિકા અને શાશન જ્યોતિ એવા સુમતિ શ્રીજી મહારાજ સાહેબ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજની આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે. દરમિયાનમાં તીર્થ ના ટ્રસ્ટી જયેશ શાહે જણાવ્યું હતું કે આ શુભ પ્રસંગે તીર્થ ખાતે પંચાનહિકા મહોત્સવ નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.તથા દેશની પવિત્ર નદીઓ ના જળ તથા માટી અને ઔષધ યુક્ત પવિત્ર જળ દ્વારા ભગવાન ની સત્તરભેદી પુજા ભણાવવામાં આવી હતી.દરમિયાનમાં નવનીત પ્રકાશન વાળા મનિષભાઇ શાહે જણાવ્યું હતું કે ઓમ્ પુણયાહમ પુણયાહમ,પરિયંતામ પરિયંતામ ના નાદ સાથે સંપુર્ણ શાસ્ત્રિય વિધિવિધાન સાથે આલાપ જગદીશભાઈ મહેતા પરિવાર તથા સંઘ પ્રમુખ દિલિપભાઈ કાંકરીયા પરીવાર દ્વારા પરમાત્માની ધજા ચઢાવવામાં આવી હતી.

સાધ્વીજી મહારાજે મોટી શાંતિ નો જાપ કર્યો હતો.અને જૈનો ના ચોવિસ તીર્થંકર ની ડેરી ની ધજાઓ પણ જુદાં જુદાં લાભાર્થી પરીવારોએ ચડાવી હતી અને હાજરાહજૂર માણિભદ્ર વીર ની ધજા ભક્તિભાવ પૂર્વક ચઢાવવામાં આવી હતી.આ ધજાના કાર્યક્રમ નિમિત્તે આદિનાથ પંચ કલ્યાણક પુજા, વર્તમાન શકરસ્તવ મહાપુજા,અઢાર અભિષેક જેવી પુજાઓ પણ વિધિવત રીતે ભણાવવામાં આવી હતી એમ સાધ્વીજી સુસેનાશ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું.અને ત્યાર બાદ સ્વામિ વાત્સલ્ય યોજાયું હતું એમ ભરતભાઈ શાહે જણાવ્યું હતું.


Reporter: admin







