ઐતિહાસિક ઈમારતોની જાળવણી અને નિભાવણી કરવી એક કોર્પોરેશન ભૂલી ગયું...
મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે શહેરને એવી અણમોલ ઐતિહાસિક વિરાસત ભેટમાં આપી છે પણ વડોદરા કોર્પોરેશનના શાસકો અને નેતાઓને તેની જાળવણી કરવામાં પણ જાણે કે રસ ના હોય તેમ લાગી રહ્યું છે.
સહેજની ઐતિહાસિક ઇમારતો જર્જરીત થઈ રહી છે તેનો સમારકામ થાય છે પણ સમારકામને જોઈને એવું લાગે કે આ ઈમારત હવે બહુ ટકશે નહીં. એકબીજાના ટાંટિયા ખેંચવામાં મશગુલ રહેલા વડોદરા ના નેતાઓ અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેલા નેતાઓ ને ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં રસ જ નથી.
તમે આ તસવીરમાં જોઈ રહ્યા છો તેવા દ્રશ્ય તમે ઐતિહાસિક ઇમારતની આસપાસ હંમેશા જોઈ શકશો કારણ કે ઐતિહાસિક ઈમારતોની જાળવણી અને નિભાવણી કરવી એક કોર્પોરેશન ભૂલી ગયું છે. લોકો પણ ઐતિહાસિક ઈમારતો ને બગાડી રહ્યા છે અને જાહેર શૌચાલય બનાવી દીધું છે
Reporter: admin