પાલિકાના પ્રિમોનસૂનની કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. થોડા જ વરસાદમાં શહેરમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.
શુક્રવારે સાંજના સમય મેઘરાજાએ રિએન્ટ્રી કરી અને એક ઝાપટુ પડ્યું હતું. જેમાં પવન સાથે વરસેલા વરસાદના કારણે હરીનગર વિસ્તારમાં વિશાળકાય વર્ષો જૂનો વડલો એકાએક ધરાશાયી થઈ ગયો હતો. જેના પગલે તેના નીચે પસાર થતી રિક્ષા દબાઈ ગઈ હતી. આ ઉપરાંત મકાનનો શેડ અને એક લારી દબાઇ ગઇ હતી. જેમાં રિક્ષાના ખુરદો બોલાઈ ગયો હતો.
જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. અને રસ્તા વચ્ચે પડેલા વડલાને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. મહાનગરપાલિકા દ્વારા કરાયેલી પ્રિમોનસુનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.જેમાં પાલિકાએ ચોમાસા પહેલા મસમોટા વૃક્ષ ટ્રીમિંગ કરવાની કામગીરી નહી કરાવવાના કારણે આ ઘટના બની હોવાનો પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો.
Reporter: admin