News Portal...

Breaking News :

મહારાણા પ્રતાપ જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રા યોજવામાં આવી

2024-06-09 16:19:31
મહારાણા પ્રતાપ જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રા યોજવામાં આવી


મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આયોજિત  મહારાણા પ્રતાપસિંહની તિથિ અનુસાર જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી.



દેશભરમાં આજે વીર પુરૂષ મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે. વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ઉદય સિંહ ઉદયપુરના સ્થાપક હતા. મહારાણા પ્રતાપ ભારતમાં મુઘલ સામ્રાજ્યના પ્રસારને રોકવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. હલ્દીઘાટીનું યુદ્ધ મુઘલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું. જેમાં મહારાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શકિતશાળી મુઘલ શાસક અકબરને ત્રણ વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ત્યારે આજે તિથિ અનુસાર પુણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી નીકળી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા અને મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે ગૌરવ યાત્રા યોજી હતી.

Reporter: News Plus

Related Post