શહેરના તરસાલી વિસ્તારમાં વ્રજ ધારા સોસાયટીના સ્થાનિકો પ્રાથમિક સુવિધા થી વંચિત રહેતા સોસાયટીના રહીશો દ્વારા પાલિકા અને નગર સેવક સામે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો.
વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં સોસાયટી માં છેલ્લા છ મહિનાથી પીવાના પાણી ની સમસ્યા ને લઈને અનેક વખત લોકોએ વોર્ડ નંબર 19 ના નગરસેવક ઘનશ્યામ પટેલઅને પાલિકા ખાતે લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ નથી. સોસાયટીના રહેશો દ્વારા વોર્ડ નંબર 19 ના ઘનશ્યામભાઈ પટેલ ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ઘનશ્યામભાઈ પટેલે કહ્યું કે તમે મીડિયા ને બોલાવીને અમારું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો અને કહ્યું કે તમારાથી જે થાય તે કરી દો તેવું કહીને ફોન કટ કર્યો હતો. ત્યારે સોસાયટીના રહીશો માં રોષ જોવા મળ્યો હતો સત્તાના નશામાં ચૂર થયેલા નગરસેવકો વડોદરા સ્માર્ટ સિટી ના નામે વાહ વાહ લૂંટી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં આવેલા વ્રજ ધારા સોસાયટીના રહેશો દ્વારા પાલિકા ના અધિકારીઓ સામે સૂત્રોચાર કર્યા હતા અને માટલા ફોડી વિરોધ કર્યો હતો.
Reporter: News Plus