વિશ્વ શાંતિ માટે લાભાર્થી એડવોકેટ નિરજ જૈન દ્વારા બે બસ દ્વારા જાત્રા નું આયોજન જૈનો માં ભગવાન ની યાત્રા નું ખુબ મહત્વ બતાવેલું છે.જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ની સામાયિક મંડળ, મહિલા મંડળ તથા જૈન પાઠશાળા ના બાળકો ને જૈનો ના પવિત્ર યાત્રાધામ મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીર ની જાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૮ ભાવિક યાત્રિકો જોડાયા હતાં.
દરમ્યાનમાં ડેરાપોળ જૈન સંઘ ના પ્રમુખ નવિનભાઇ શાહે જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામી પ્રરુપીત ધર્મ મુજબ ભાવિક ભક્તો દ્વારા પ્રગટ પ્રભાવી નમસ્કાર મહામંત્ર તથા સ્તવનો ની રમઝટ બોલાવી હતી. લાભાર્થી ભારતી નિરજ જૈન પરીવાર દ્વારા ઘંટાકર્ણ મહાવીર ને પ્રસાદ રુપે સુખડી નો વિશાળ થાળ વિધિ વિધાન સાથે ચડાવવા માં આવ્યો હતો.આજના આ એક દિવસીય યાત્રા ના કાર્યક્રમ માં વડોદરા મેડિકલ કોલેજ ના ડો.આદીશ જૈન , એડવોકેટ મધુકર પાઠક, RSS ના વકીલ જીગર પંડ્યા, બ્રહ્મ સમાજ ના અગ્રણી ભરતભાઈ પંડ્યા , બીઝનેસ ટાઈકુન નિપુલ પટેલ, યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત ના અગ્રણીઓ જોડાયા હતાં એમ લાભાર્થી નિસર્ગ નિરજ જૈને જણાવ્યું હતું.
Reporter: News Plus