News Portal...

Breaking News :

લગ્ન વાચ્છુ છોકરા સાથે લગ્ન કરાવી મોટી રકમ વસુલી છેતરપીંડી કરતી ગેંગ

2024-06-02 19:19:39
લગ્ન વાચ્છુ છોકરા સાથે લગ્ન કરાવી મોટી રકમ વસુલી છેતરપીંડી કરતી ગેંગ


વડોદરા : લગ્ન વાંચ્છુ યુવકો સાથે યુવતીના લગ્ન કરાવી મોટી રકમ પડાવી છેતરપિંડી કરતી ટોળકીના સાગરીતોને વડોદરાના કિશાનવાડી માંથી ઝડપી પાડવામાં આવી છે.લગ્ન વાચ્છુક છોકરાઓ શોધી કાઢી આ છોકરાઓ સાથે પરણીત અપરણીત છોકરીઓના નામો બદલી લગ્ન કરાવતી ગેંગ ઝડપવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે.



 બાતમી હકીકત મળેલ કે, "કિશનવાડી વુડાના મકાન બ્લોક નંબર ૭૧ મ.નં ૦૨ માં રહેતો રાજુભાઇ બચુભાઇ તડવી તથા તેના સાગરીતો ભેગા મળી આજુબાજુમાં રહેતી છોકરીઓને જરૂરીયાત લગ્ન વાચ્છુ છોકરા સાથે લગ્ન કરાવી મોટી રકમ વસુલી ચીંટીંગ કરી રૂપીયા પડાવે છે. અને ચાર-પાંચ માસ અગાઉ અંજાર ખાતે એક કંદોઇ પરીવાર સાથે ચીટીંગ કરી લગ્ન કરાવેલ છે.અને તે લગ્ન કરનાર પુજાબેન તથા અન્ય સાગરીતો વિરૂધ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો પણ દાખલ થયેલ છે જે આખી ગેંગ હાલ રાજુભાઇના ઘરે કિશનવાડી વુડાના મકાનમાં આવેલ છે, અને તમામ ઘરે હાજર છે. જે આધારે માહીતી મુજબના તપાસ કરતા અંજાર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



અલગ અલગ વિસ્તારમાં રહેતા લગ્ન વાચ્છુક છોકરાઓ શોધી કાઢી આ છોકરાઓ સાથે પરણીત અપરણીત છોકરીઓના નામો બદલી લગ્ન કરાવે છે. અને આ લગ્ન પેટે મોટી રકમ મેળવે છે. અને આ લગ્ન કરેલ છોકરીઓ લગ્ન થયા બાદ બે ત્રણ દિવસમાં પોતાના માતા- પિતા બીમાર હોવાનું બહાનું કાઢી છોકરાના ઘરેથી નીકળી જઈ પરત જતી નથી અને લગ્ન વાચ્છુક છોકરાઓ સાથે છેતરપીંડી કરે છે.

Reporter: News Plus

Related Post