વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પ્રસંગે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો..

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પડતર દિવસ નિમિત્તે દિવાળી પર્વ અને નવા વર્ષની નિમિતે કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવા વર્ષ નિમિત્તે સર્વ કોંગ્રેસના નેતા અને કાર્યકરોને દિવાળી શુભેચ્છા અને નવા વરસની શુભેચ્છા પાઠવવામાં આવે સાથે આવનાર વડોદરા મહાનગરપાલિકા ઇલેક્શનને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને રાહુલ ગાંધી નું સંબોધન અને તેઓની વિચારણાનો વિડીયો ના માધ્યમથી કોંગ્રેસના નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકરો અને સમજણ આપવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં ગણતરીના કોંગ્રેસના કાર્યકરો અને નગર સેવકો હાજર રહ્યા હતા સાથે વિપક્ષનેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ સ્નેહી મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસના તમામ કાર્યકરો નેતાઓ અને વડોદરાના તમામ શહેરીજનોને દિવાળી પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી





Reporter: admin







