જય સાંઈનાથ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગૌરીવ્રત નિમિત્તે કુંવારીકાઓ માટે સિતારે જમીન પર ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જય સાંઈનાથ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગૌરીવ્રત નિમિત્તે આ વર્ષે પણ ગૌરી વ્રત કરતી 5 હજાર થી વધુ કુંવારિકાઓ માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન ગોત્રી સ્થિત બંસલ મલ્ટીપ્લેક્સમાં જાગરણ નિમિત્તે તેમને વિનામૂલ્યે 'સિતારે જમીન પર' ફિલ્મ બતાવવામાં આવી. આ દીકરીઓને કેળાની વેફર, આઇસ્ક્રીમ પણ આપવામાં આવી, જેથી તેઓ આ જાગરણનો અનુભવ આનંદપૂર્વક માણી શકે. ફિલ્મ જોઈને દીકરીઓના ચહેરા પર છવાયેલી ખુશી ખરેખર જોવા જેવી હતી.ગૌરી વ્રત, જેને 'મોળાકત વ્રત' તરીકે પણ ઓળખાય છે, તે અષાઢ સુદ તેરસથી શરૂ થઈને પાંચ દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં કુંવારિકાઓ ભગવાન ભોલેનાથ (શિવજી) અને માતા પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી દીકરીઓને ભવિષ્યમાં સારો, સુયોગ્ય અને ગુણવાન વર મળે છે, તેમજ તેમના પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે.

આ વ્રત દરમિયાન દીકરીઓ અનાજ અને મીઠાનો ત્યાગ કરીને માત્ર ફળ, દૂધ અને અન્ય મોળા પદાર્થોનું સેવન કરે છે. પાંચ દિવસ સુધી ચાલતું આ વ્રત કુંવારિકાઓને ધાર્મિક શ્રદ્ધા, સંયમ અને સમર્પણનો પાઠ શીખવે છે. વ્રતના છેલ્લા દિવસે, દીકરીઓ રાત્રિ જાગરણ કરી, ભજન-કીર્તન કરે છે અને ભગવાન શિવ-પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.જય સાંઈનાથ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫ થી ૧૮ વર્ષ ની કુંવારીકાઓ માટે અનોખી ઉજવણીજાગરણ નિમિતે ગૌરીવ્રત કરતી કુંવારીકાઓ વિના મૂલ્યે નવી રજુ થતી સિતારે જમીન પર ફિલ્મ નિહાળ માટે આપણું કાર્યાલય સોસાયટી, ઝાંસીની રાણી સર્કલ સુભાનપુરા, થી દીકરીઓને બસ મારફતે મલ્ટિપ્લેક્સ સુધી લઈ જવા અને મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.શહેર ભાજપ ના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન, વોર્ડ નં.9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ , મેહુલ સોલંકીજય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Reporter: admin







