વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લો મળીને ઈન્દ્રપ્રદેશ તરીકે ઓળખાય છે તે જૈનોના દિગ્ગજ આચાર્ય વલ્લભસુરી સમુદાયના ઈન્દ્રદિનનસુરીમહારાજ તથા રત્નાકરસુરી મહારાજની જન્મભૂમિ ખાતે બનેલ છે જેની છઠ્ઠી ધજા આજે શાસ્ત્રોક્ત રીતે વિધિ કાર રમેશભાઈ પંડિત દ્વારા કરવામાં આવી હતી.

દરમિયાનમાં રત્નત્રયી આરાધના ટ્રસ્ટના મંત્રી અને જાણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે વડોદરા થી પુણ્ય પવિત્ર જૈન સંઘ ચાતુર્માસમાં લલિતસેનસુરી મહારાજ જિનેન્દ્ર વિજયજી મહારાજ પધારે તે માટે વિનંતી કરી હતી. તથા પુણ્ય પવિત્ર જૈન સંઘ ના પ્રમુખ પરેશ કોઠારી અને દેવાંગ મહેતા સહિત સંઘના સભ્યો એ વિનંતી કરતા ચાતુર્માસની રજા આપતા સંઘના લોકો આનંદથી લોકો ઝૂમી ઉઠ્યા હતા.અને ગુરુજી અમારો અંતરનાદ , અમને આપો આશિર્વાદ ના ગગનભેદી નારાઓ થી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

વધુમાં રત્નત્રયી આરાધનાના પ્રમુખ કૌશીકભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સાલપુરા ખાતે આજે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજના આજ્ઞાનું વર્તી આચાર્ય વિદ્યુતરત્નસુરીની નિશ્રામાં આજે વિજય મુર્હૂતમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.જેમા ઉપાધ્યાય અનંતચંન્દ્ર વિજયજી મહારાજ તથા કેવલ પુર્ણ વિજયજી મહારાજે માંગલિક પ્રવચન કર્યા હતા.તથા મુનિદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી મહારાજે શાંતિ સંભળાવી હતી તથા ચંદીગઢ થી પધારેલ શુશીલ જૈન પરીવારે આખા મહાપુજાનો લાભ લીધો હતો. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, કૌશિકભાઈ શાહ, સુરત થી રાજેન્દ્ર બાગરેચા, બાબુલાલ ચપલોત, દેવાંગભાઈ ગાંધી, ઈન્દ્રપ્રદેશ મહાસંઘ અધ્યક્ષ રમેશભાઈ સહિત ના જૈન અગ્રણીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.






Reporter: admin







