વડોદરામાં હાલ ગણેશ ઉત્સવ શરૂ છે ત્યારે, વડોદરાના નવલખી કુત્રિમ તળાવ નજીક જીઈબીના થાંભલા પર બે માણસો કામગીરી માટે ઉપર ચડ્યા હતા
તે દરમિયાન તેમને નીચે પાંચ ફૂટનો મગજ જોતા તેમને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ કરતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ વન વિભાગના અધિકારીઓને સાથે રાખી મગરનું રેસ્ક્યૂ કરવા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા જ્યાં ભારે જહે મત બાદ તેઓએ મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યું હતું.
નોંધણીયા છે કે હાલ વડોદરામાં ગણેશ ઉત્સવ શરૂ છે ત્યારે વડોદરાના નવલખી કુત્રિમ તળાવ નજીક જાડી જાકરા હોવાથી તેમજ તાજેતરમાં જ પૂરના કારણે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોને પોતાનું નિવાસ્થાન છોડવું પડ્યું જેથી વડોદરામાં રોડ રસ્તા તેમજ અવાવરી જગ્યા પર મગર જોવા મળી રહ્યા છે, તેથી વિસર્જન કરવા આવનાર ભાવિક ભક્તોને પણ તેનું ધ્યાન રાખવું જોઇએ.
Reporter: