વડોદરા : શહેરમા પાછલા દિવસોમાં પૂરની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું તેવા સમયે કોર્પોરેશનને જરૂરિયાત મંદ લોકોના મદદે આવવાનું હોઈ ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા "આપદાને અવસર" મા ફેરવાનો પ્રયાસ કરેલ તેમ જણાય આવે છે.
વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સૂકા ચવાણાના ૬ લાખ અને ૫૦ હજાર ફૂડ પેકેટ વેચવા માટે આવેલા હતા જેનાથી વડોદરા શહેરના પુરગ્રસ્ત વિસ્તારના લોકોને પુર સમયએ મદદ રૂપ થવાય પરંતુ આવેલા ફૂડ પેકેડો માંથી વડોદરા શહેરની જનતાને ફક્ત 10% ફૂડ પેકેટ જ મળેલ જણાઈ આવેલ છે
તો બાકીના 90% ફૂડ પેકેટો ક્યાં ગુમ થઈ ગયા? કોણે લીધા?અને કેમ લીધા?એની વિજિલન્સ તપાસ કરવામાં આવે જેનાથી વડોદરાની સહાય કોણ ખાય ગયુ એ બહાર આવે અને જવાબદાર અધિકારીઓ ઉપર કાયદાકીય પગલા લેવામાં આવે એવી આપ સમક્ષ માંગ છે.
Reporter: admin