વડોદરાની દિવાળીપુરા ખાતે આવેલ કોર્ટના પ્રિન્શીપલ ડિસ્ટ્રિક્ટ જજ જે એલ ઓડેદરાની હાઈકોર્ટના જસ્ટિસ તરીકે પસંદગી પામતા તેઓનો અભિવાદન સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વકીલો તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો હાજર રહ્યાં હતા

વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલ કોર્ટના વધુ એક જજની હાઇકોર્ટના જસ્ટિસ તરીકે પસંદગી થવા પામી છે તેના પગલે સમગ્ર કોર્ટ સંકુલમાં અને વકીલ આલમમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે ગતરોજ કોર્ટ કેમ્પસમાં હાઇકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક પામનાર જે એલ ઓડેદરા જેઓ વડોદરા ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ તરીકેની ફરજ બજાવતા હતા અને તેઓની હાઇકોર્ટના જસ્ટિસ તરીકે પસંદગી થવા પામી છે ગતરોજ તેમના માન માં વડોદરા વકીલ મંડળ દ્વારા અભિવાદન સમારંભ યોજાયો હતો આ સમારંભમાં હાઇકોર્ટના જસ્ટિસ એમ આર મેંગડે ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા બાર કાઉન્સિલના પ્રમુખ નલિન પટેલ ગુજરાત બાર કાઉન્સિલ અને ગુજરાત વકફ બોર્ડના મેમ્બર રણજીત સિંહ રાઠોડ ,વડોદરા ફેમેલી કોર્ટ ના પ્રિન્સપલ જજ એમ એમ પટેલ એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ સાવલી જે એ ઠક્કર, નેહલ સુતરીયા અનિલ દેસાઈ, નિમિષાબેન ધોત્રે સહિતના વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો અને વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

આ પ્રસંગે હાજર જનોએ ડિસ્ટ્રિક્ટ જજ જે એલ ઓડેદરા ના કાર્યકાળ દરમિયાનના સ્મરણો વાગોળ્યા હતા અને હાજરજનો એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં તેમનો મિલનસાર સ્વભાવ તેમજ જુનિયર વકીલો પ્રત્યે ના અભિગમના વખાણ કરીને સરાહના કરવામાં આવી હતી અને હાઇકોર્ટના જસ્ટિસ તરીકેની નિમણૂકને આવકારીને નવી ભૂમિકા માટે તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ વેળાએ સૌ હાજર જનો ભારે ભાવુક થઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની કોર્ટમાંથી આ પાંચમાં જજ એવા છે જેઓની હાઇકોર્ટમાં જસ્ટિસ તરીકે પસંદગી થવા પામી છે આમ વડોદરાની કોર્ટ એ હાઇકોર્ટના જસ્ટિસ તરીકેની પસંદગી પામવાનું માધ્યમ અને શુકનવંતી સાબિત થઈ છેતસવીરમાં વડોદરાની કોર્ટના પ્રાંગણમાં હાઇકોર્ટમાં જસ્ટિસ તરીકે પસંદગી પામેલ જે એલ ઓડેદરા ના અભિવાદન સમારંભની વિવિધ તસવીરો નજરે પડે છે

Reporter: admin







