બહુ ચર્ચિત હિટ એન્ડ રન કેસ બાદ મહારાષ્ટ્રનું પુણે શહેર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે.અહીં થઈ રહેલી ડ્રગ્સ પાર્ટી કારણે ફરી ચર્ચામાં આવ્યું છે. પુણેના એફસી રોડ પર આવેલી હોટેલમાં ડ્રગ્સ પાર્ટી થઈ રહી હોવાની માહિતી સામે આવી હતી.
પુણેની હોટેલના બાથરૂમમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે. પોર્શે કાર અકસ્માત પ્રકરણ બાદ પુણેના અનેક બાર અને હોટેલ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં ખુલ્લે આમ ડ્રગ્સ પાર્ટી થતી જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.પુણેની હોટેલમાં છડે ચોક ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યો હોવાનો ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
પુણે શહેરમાં શનિવારે રાતે ચાલતી પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે. પુણેના ફર્ગ્યુસન રોડ પર આવેલા લિક્વિટ લિઝર લાઉન્જ પબનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ પાર્ટીમાં કેટલાક યુવાનો હોટેલના બાથરૂમમાં જઈને ડ્રગ્સનું સેવન કરતાં જોવા મળ્યા હતા, એ સમયનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે.
Reporter: News Plus