આગામી તારીખ 10મે ના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામની જીવનગાથા ઉપર આજરોજ શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ સ્થિત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના મુખ્ય કાર્યાલય ખાતે બહેનો દ્વારા નાટ્યનુ રસપાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામ ના સમગ્ર જીવનની મુખ્ય ઘટનાઓને બહેનો દ્વારા સૌ પ્રથમવાર રજૂ કરવામાં આવી હતી. ભગવાન પરશુરામની જીવનગાથા નાટ્યને જાણીતા લેખક અને દિગ્દર્શક કલાપી ધોળકિયા દ્વારા માત્ર થોડાંક દિવસોમાં જ બિન અનુભવી મહિલાઓને કલાકારોને તૈયાર કરી આ નાટ્યકૃતિ તૈયાર કરવામાં આવી છે આ નાટ્યકૃતિમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચની 40 વર્ષથી 72 વર્ષની વયજૂથના બહેનો દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં ભગવાન શંકર, ભગવાન પરશુરામ, ,પરશુરામ ભગવાનના માતા રેણુકા, પિતા જામદગ્ની,સહસ્ત્રર્જુન, મત્સયગંધા,ત્રૃષિઓ સહિતના પાત્રોને મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ભગવાન પરશુરામની જીવનગાથા થકી ભગવાન પરશુરામના જન્મ, કેવી રીતે પરશુરામ કહેવાયા તથા તેઓના જીવનની રસપ્રદ ઘટનાઓ રજૂ કરી બ્રાહ્મણો ની નવીન પેઢીઓ તથા લોકોને માહિતગાર કરવાનો ઉદ્દેશ હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા, મહામંત્રી અને સાંસદ રંજનબેન ભટ્ટ, મ્યુનિ. કાઉન્સિલર તેજલબેન વ્યાસ,ગાયત્રીબેન વ્યાસ, દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), ગાયત્રી ઉપાષક હર્ષદબાપા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત ભગવાન પરશુરામની આરતી બાદ દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવોના સ્વાગત કરવામાં આવ્યું હતું
Reporter: News Plus