આપણે ટ્રેનમાં તો ઘણીવાર સફર કરીએ છીએ અને સાંભળીએ પણ છીએ કે ટ્રેનમાં વસ્તુઓ ચોરાઈ ગઈ, કોઈ લઈ ગયું. પણ શું તમે જાણો છો કે ટ્રેનમાં બધું ચોરાઈ શકે છે પરંતુ ટ્રેનના પંખા ચોરાઈ શકતા નથી. તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. આવો અમે તમને એનું કારણ જણાવીએ.રેલવે તેના પ્રવાસીઓને વિવિધ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનથી મુસાફરી કરે છે. ગરમીથી રાહત આપવા માટે દરેક ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં અને અન્ય ક્લાસમાં પંખા પણ લગાવવામાં આવે છે. પણ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે રેલવેના પંખા ચોરાઈ ગયા છે, કારણ કે આવું થવું શક્ય જ નથી ટ્રેનોમાં લગાવેલા પંખાને કોઈ ચોરી શકતું જનથી તેની પાછળ એક ટેકનોલોજી કામ કરે છે.
હકીકતમાં ટ્રેનોમાંથી પંખા ચોરવામાં કોઈ ફાયદો થતો નથી. આ પંખામાં એવીયંત્રણા ગોઠવવામાં આવી છે કે એ ટ્રેનમાં લાગેલા હોય ત્યાં સુધી જ કામ કરે છે. જો તમે તમારા ઘરે ટ્રેનના પંખા ચલાવવાનો પ્રયાસ કરશો તો તે નહીં ચાલે. આપણે એનું કારણ જાણીએ.ઘરોમાં વપરાતી ઈલેક્ટ્રિસિટી AC અને DCએમ બે વાયરની હોય છે ઘરે આવતા DC વાયરની મહત્તમ શક્તિ 5, 12 અથવા 24 હોય છે, જ્યારે ટ્રેનોમાં લગાવેલા પંખા ફક્ત 110 DC પર જ કામ કરે છે તેથી તેને ઘરે ચલાવવા કોઈ રીતે શક્ય નથી.હવે માનો કે કોઇએ આ પંખઆ ચોરી પણ લીધા તો તે તેને તેના ઘરે વાપરી નહીં શકે. ઉપરાંત તેને વેચી પણ નહીં શકાય કારણ કે આ રેલવેની ટ્રેનોના ખાસ ટાઇપના પંખા છે. એને વેચશો તો ખબર પડી જશે કે આ પંખા ચોરેલો માલ છે અને ચોરનારને તો લેવાના દેવા થઇ જશે. તેતી રેલવેના પંખા ક્યારેય ચોરાતા નથી
Reporter: News Plus