હિંદુ ધર્મના કેલેન્ડર મુજબ, દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ, જૈન અનુયાયીઓ જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. જેમાં આ પવિત્ર અને પાવન દિવસને જૈન સમાજના લોકો મહાવીર જન્મ કલ્યાણક એટલે કે મહાવીર જન્મ જયંતિ તરીકે રંગેચંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવે છે જેમાં ભગવાન મહાવીર સ્વામીને વર્ધમાન, વીર, અતિવીર અને સનમતિ પણ કહેવામાં આવે છે. તેમણે સમગ્ર સમાજને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે.જેમાં આ દિવસે જૈન સમાજના તમામ લોકો જૈન મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરે છે જ્યારે મહાવીર સ્વામી જન્મ જયંતીના પવિત્ર અને પાવન દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા પણ સમસ્ત જૈન સમાજ દ્વારા રંગે ચંગે યોજાય છે જેને અનુલક્ષીને આજે ચૈત્ર સુદ મહિનાના શુકલપક્ષની ત્રયોદશી તિથિએ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત હાલોલ નગર ખાતે પણ વસતા સમસ્ત જૈન સમાજના લોકો દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક એટલેકે મહાવીર સ્વામી જયંતિની આજે રવિવારના દિવસે ભારે હર્ષોલ્લાસ સાથે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં આજે રવિવારે વહેલી સવારે 6:30 થી 7:00 કલાકના સુમારે હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલા જવાહર નગર ખાતે આવેલ શ્રી આરાધના ભવન ખાતેથી ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ જયંતિ અંતર્ગત ભવ્ય વરઘોડો એટલે કે શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર નીકળી હતી જે શોભાયાત્રા ગોધરા રોડ પર રહી બસ સ્ટેન્ડ ખાતે થઈ નગરના લીમડી ફળિયા ખાતે આવેલા જૈન સમાજના શ્રી સંભવનાથ જૈન મંદિર ખાતે પહોંચી હતી જ્યાં પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રા પરત વડોદરા રોડ પર રહી ગોધરા રોડ પર આવેલા જવાહર નગરમાં શ્રી આરાધના ભવન ખાતે પરત આવી હતી અને ત્યાં આવી શોભાયાત્રા સંપૂર્ણ થઈ હતી જેમાં શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં હાલોલ નગર ખાતે વસતા જૈન સમાજના મહિલા,પુરુષ, યુવાન,યુવતીઓ અબાલ વૃદ્ધો સહિતના લોકો ભારે ઉત્સાહ ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ભગવાન મહાવીર સ્વામીની ભક્તિમાં લીન થઈને જોડાયા હતા અને રંગે ચંગે મહાવીર જન્મ કલ્યાણક એટલે કે મહાવીર સ્વામી જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી.
Reporter: News Plus